Advertisement
Author: નોબત સમાચાર

પરિચિત હોવાનું કહીને મળવા આવેલા શખ્સે છાત્રાલયમાંથી તરૂણીનું કર્યું અપહરણ

તરૂણીનો પત્તો મેળવી લેતી પોલીસઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધુંવાવ નજીકના એક છાત્રાલયમાંથી સગીરાનું અપહરણ થયાની બે દિવસ પહેલાં તેણીના પિતાએ ફરિયાદ નોંધાવ્યા પછી આ સગીરાના સગડ પોલીસે શોધી કાઢ્યા છે.

તે છાત્રાલયમાં મળવા આવેલા એક શખ્સને આ સગીરાએ પોતાના સંબંધી તરીકેની ઓળખ આપ્યા પછી તેની સાથે પ્રયાણ કર્યું હતું અને બીજા જ દિવસે તે સગીરાને મળવા આવેલા તેના પિતાએ છાત્રાલયમાં પોતાની પુત્રી ન હોવાનું જણાવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને આ સગીરાનું આગલા દિવસે મળવા આવેલો શખ્સ અપહરણ કરી ગયાનું ખૂલ્યું હતું.

તાત્કાલિક હરકતમાં આવેલી પોલીસે સગીરાના સગડ દબાવ્યા પછી તેણીનો પત્તો લાગી ગયો છે. આ તરૂણીને નસાડી જનાર શખ્સની શોધખોળ કરાઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh