Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલ તાલુકાના પ્રશ્ને પાલભાઈ આંબલીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
ધ્રોલ તા. ૩૦: ધ્રોલના ખીજડીયામાં ખેડૂત નેતા પાલભાઈ આંબલીયાની અધ્યક્ષતાની બેઠકમાં ખેતરોમાંથી પસાર થતી વીજલાઈન મુદ્દે રણશિંગુ ફૂંકાયુ.
ધ્રોલ તાલુકાના ખીજડીયા ગામે ખેતરોમાંથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનોના પ્રશ્ને ખેડૂતોમાં ફેલાયેલા રોષ વચ્ચે ખેડૂત નેતા પાલભાઈ આંબલીયાએ મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી.
ખીજડીયા ગામે હરીચંદ્રસિંહ જાડેજાની વાડીયે યોજાયેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા અને વીજ લાઈનથી થતા નુકસાન અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી. ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે ખેતરોની વચ્ચેથી પસાર થતી ઊંચી વીજલાઈનોને કારણે ખેતીકામમાં પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. ટ્રેકટર ચલાવવાથી લઈને સિંચાઈ સુધીના કામોમાં સતત જાનમાલનું જોખમ રહે છે.
આ ઉપરાંત, જમીન સંપાદન અને વીજ લાઈન નાખવા સામે જે વળતર મળવું જોઈએ તે પણ પૂરતૂં મળતું ન હોવાની ફરિયાદ ખેડૂતોએ કરી હતી. ખેડૂત નેતા પાલભાઈ આંબલીયાએ ખેડૂતોની સમસ્યાઓને ગંભીરતાથી સાંભળી જણાવ્યું હતું કે વિકાસના નામે ખેડૂતોના જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે તે સાંખી નહીં લેવાય. અને તેમની સુરક્ષાના પ્રશ્નો ઉકેલાશે નહીં, તો ખેડૂત હિતમાં આગામી દિવસોમાં ઉગ્ર સંઘર્ષનો માર્ગ અપનાવવામાં આવશે.
આ બેઠકમાં ખીજડીયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોએ એકસૂરે પોતાની માંગણીઓ રજૂ કરી હતી અને અન્યાય સામે લડત આપવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial