Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેહાન રાજકીય ગતિવિધિઓથી દૂર રહે છે...
નવી દિલ્હી તા. ૩૦: પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાનની ગર્લફ્રેન્ડ અવિવા સાથે સગાઈ થઈ ગઈ છે અને વાડ્રા પરિવારની દુલ્હન વિષે મીડિયા અને સોશ્યલ મીડિયામાં રોચક ચર્ચા થઈ રહી છે.
નવી દિલ્હી તા. ૩૦: પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાનની ગર્લફ્રેન્ડ અવિવા સાથે સગાઈ થઈ ગઈ છે અને વાડ્રા પરિવારની દુલ્હન વિષે મીડિયા અને સોશ્યલ મીડિયામાં રોચક ચર્ચા થઈ રહી છે.
કોંગ્રેસના મહાસચિવ અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા અને બિઝનેસમેન રોબર્ટ વાડ્રાના ઘરે ટૂંક સમયમાં લગ્નનો પ્રસંગ આવવાનો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમના પુત્ર રેહાન વાડ્રાની સગાઈ દિલ્હીની રહેવાસી અવિવા બેગ સાથે થઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, રેહાન વાડ્રા અને અવિવા બેગ છેલ્લા સાત વર્ષથી એકબીજાને ડેટ કરી રહૃાા હતા. તાજેતરમાં જ રેહાને અવિવાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું, જેનો અવિવાએ સ્વીકાર કર્યો છે. આ સંબંધમાં બંને પરિવારોએ પણ પોતાની સહમતી આપી દીધી છે. અવિવા બેગ અને તેમનો પરિવાર લાંબા સમયથી દિલ્હીમાં જ રહે છે.
૨૪ વર્ષીય રેહાન વાડ્રા વિઝ્યુઅલ અને ઈન્સ્ટોલેશન આર્ટિસ્ટ તરીકે પોતાની ઓળખ ધરાવે છે. તેમણે 'ડાર્ક પરસેપ્શન' નામે પોતાનું સોલો એક્ઝિબિશન પણ યોજ્યું છે અને તેમને પ્રકૃતિની ફોટોગ્રાફી તેમજ પ્રવાસનો અત્યંત શોખ છે.
કલા જગત અને ફોટોગ્રાફી પ્રત્યે વિશેષ લગાવ રાખતા રેહાન સામાન્ય રીતે રાજકીય ગતિવિધિઓ અને લાઈમલાઈટથી દૂર રહે છે. દિલ્હીમાં શાળાકીય શિક્ષણ મેળવ્યા બાદ તેમણે દેહરાદૂન અને લંડનથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. રેહાન જાહેર મંચો પર બહુ ઓછા સક્રિય રહેતા હોવાથી, તેઓ આગામી સમયમાં સક્રિય રાજકારણમાં જોડાશે કે કેમ તે બાબતે અત્યારે માત્ર અટકળો જ ચાલી રહી છે.
જોકે લગ્નની તારીખ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. બંને પરિવારો પોતાની સુવિધા અને પરસ્પર સંમતિથી લગ્નની તારીખ નક્કી કરશે તેમ માનવામાં આવી રહૃાું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial