Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉધરસ બે અઠવાડિયા સુધી મટે નહીં અને વજન ઘટવા લાગે તો સાવધાન... ટી.બી. હોઈ શકે...
જામનગર તા. ૩૦: જામનગર જિલ્લામાં ટીબી મુકત ભારત અભિયાન અંતર્ગત ચેલા તથા અલીયાબાડામાં જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા, અને વિદ્યાર્થીઓ અને ભાવી નર્સિંગ બહેનોને ટીબીના લક્ષણો, નિદાન અને અદ્યતન સારવાર પદ્ધતિઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. બે અઠવાડિયાથી વધુ ખાંસી અને વજન ઘટવા જેવા લક્ષણોને નજરઅંદાજ ન કરવા આરોગ્ય નિષ્ણાતોએ અપીલ કરી હતી.
દેશને ટીબી મુક્ત કરવાના લક્ષ્યાંક સાથે જામનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહૃાા છે. જે અંતર્ગત શ્રીમતી મોતીબેન ખીમજી રામજી માલદે હાઇસ્કૂલ, ચેલા અને એનએમ એફએચડબલ્યુ ટ્રેનીંગ સ્કૂલ, અલીયાબાડામાં ટીબી રોગ અંગે માર્ગદર્શન અને પ્રશ્નોત્તરી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમોમાં નિષ્ણાતો દ્વારા જણાવાયું હતું કે ક્ષય એ માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી થતો ચેપી રોગ છે, જે મુખ્યત્વે ફેફસાંને અસર કરે છે અને હવા દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી કે જો કોઈ વ્યક્તિને બે અઠવાડિયા કે તેથી વધુ સમયથી ખાંસી આવવી, ગળફામાં લોહી પડવું, ભૂખ ન લાગવી, વજન ઘટવો અથવા સાંજના સમયે ઝીણો તાવ આવવો જેવા લક્ષણો જણાય, તો તુરંત નજીકના સરકારી દવાખાને તપાસ કરાવવી જોઈએ. અહીં ટીબીનું નિદાન અને સારવાર સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
વધુમાં, સુપ્ત અને સક્રિય ટીબી વચ્ચેનો તફાવત સમજાવતા જણાવાયું હતું કે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો જેમ કે એચ.આય.વી./એડ્સ, ડાયાબિટીસ, કુપોષણ અથવા કિડનીના રોગોથી પીડાતા દર્દીઓને ટીબી થવાનું જોખમ વધુ રહે છે. આ સાથે જ ધૂમ્રપાન અને માદક દ્રવ્યોના સેવનથી બચવા પણ અપીલ કરવામાં આવી હતી. સરકારની 'નીક્ષય પોષણ યોજના' હેઠળ દર્દીઓને મળતી સહાય વિશે પણ વિગતવાર માહિતી અપાઈ હતી.
આ સમગ્ર અભિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એન. પ્રસાદ અને જિલ્લા ક્ષય અધિકારી ડો. પી.કે. સિંઘના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. જેમાં જિલ્લા પી.પી.એમ. કોર્ડીનેટર ચિરાગ પરમારે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમોમાં ડો. ધીરેન પીઠડીયા, સુપરવાઈઝર પંડ્યાભાઈ, ઈરફાન શેખ અને વિજયભાઈએ મહત્ત્વની સેવાઓ આપી હતી. ચેલા હાઇસ્કુલના પ્રિન્સીપાલ આર.કે. આણદાણી તેમજ અલીયાબાળા ટ્રેનીંગ સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.જીત નાકર અને નર્સિંગ ટ્યુટર્સના સહયોગથી આ કાર્યક્રમ સફળ રહૃાો હતો. અંતમાં યોજાયેલી પ્રશ્નોત્તરીમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ટીબી મુક્ત ભારતના સંકલ્પને ટેકો જાહેર કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial