Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત સહિત દેશના ઘણાં રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહીઃ કોલ્ડવેવની ચેતવણી

વર્તમાન વર્ષના અંતે અને વર્ષ-૨૦૨૬ના પ્રારંભે કુદરત કરવટ બદલે તેવા એંધાણઃ સાત રાજ્યોમાં વરસાદની વોર્નિંગ

                                                                                                                                                                                                      

નવીદિલ્હી તા. ૩૦: વર્તમાન વર્ષ-૨૦૨૫ના અંતે અને વર્ષ-૨૦૨૬ના પ્રારંભ પહેલા જ કમોસમી વરસાદ અને પછી કોલ્ડવેવની આગાહી થઈ છે અને સાત રાજ્યોને હવામાન વિભાગે વરસાદનુ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગ ઉપરાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ જેવા હવામાન નિષ્ણાતોએ પણ લગભગ આ જ પ્રકારની આગાહી કરી છે.

દેશભરમાં કડાકા ઠંડી વચ્ચે હવે નવું વર્ષ આવવાની તૈયારી છે. તે વચ્ચે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર વર્ષના છેલ્લાં દિવસોમાં અનેક રાજ્યોમાં વરસાદ પડી શકે છે. આ વરસાદ પછી તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શકયતા છે, જેના કારણે ઠંડી વધુ વધશે. તા. ૧ ડિસેમ્બરે ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં હવામાન બગડી શકે છે. દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં હળવો વરસાદ થવાની શકયતા છે. વરસાદ બાદ આ વિસ્તારોમાં ઠંડી વધુ તીવ્ર બની શકે છે. આ ઉપરાંત, દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુમાં પણ આગામી કેટલાક દિવસો સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

રાજધાની દિલ્હીમાં ૩૦ ડિસેમ્બરની સાંજથી વાદળછાયું આકાશ જોવા મળી શકે છે. ૩૧ ડિસેમ્બરે અહીં હળવો વરસાદ પડી શકે છે. વરસાદના કારણે દિલ્હીમાં ઠંડી વધુ વધી જશે. હવામાન વિભાગ મુજબ અહીં મહત્તમ તાપમાન લગભગ ૨૧ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૭ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી શકે છે.

ઉત્તર પ્રદેશમાં આગામી દિવસોમાં ઠંડી વધુ કડક બનવાની સંભાવના છે. ૧ જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હાલ પશ્ચિમ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં હવામાન મોટાભાગે શુષ્ક રહેશે. પરંતુ કેટલાક રાજ્યોમાં ગાઢ ધૂમ્મસ છવાય, તેવી સંભાવનાઓ જણાવાઈ રહી છે.

ભારતીય હવામાન વિભાગે નવા વર્ષના એક દિવસ પહેલા દેશના ઘણાં ભાગોમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. તે મુજબ વરસાદ પછી મહત્તમ તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રીનો ઘટાડો થવાની ધારણા છે. હવામાન વિભાગે ૧૫ થી વધુ મુખ્ય શહેરોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી પણ જાહેર કરી છે.

આઈએમડી મુજબ ૩૧ ડિસેમ્બર ઉત્તર ભારતના પાંચ થી છ રાજ્યોમાં હવામાન બગડવાની ધારણા છે. દિલ્હી,મિાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કાશ્મીર અને હરિયાણા માટે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. વરસાદ પછી, આ રાજ્યોમાં તાપમાન ૩ થી ૪ ડિગ્રી ઘટી શકે છે, જેનાથી ઠંડીમાં વધુ વધારો થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ સુધી તમિલનાડુના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજ પ્રકારની આગાહી ગુજરાત માટે પણ થઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૩૦ ડિસેમ્બરની સાંજથી રાજધાની દિલ્હીમાં આકાશ વાદળછાયું થઈ શકે છે, પરંતુ ૩૧ ડિસેમ્બરે હળવા વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. વરસાદ પછી, રાજધાનીમાં ઠંડી વધુ તીવ્ર બનશે. આવતીકાલે દિલ્હીમાં મહત્તમ તાપમાન ૨૧ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૭ ડિગ્રી સેલ્સિયસ રહેશે.

આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવી શકયતા છે. વધુમાં, હવામાન વિભાગે ૧ જાન્યુઆરીએ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આજે રાજ્યના પશ્ચિમ અને પૂર્વ ભાગોમાં હવામાન શુષ્ક રહેવાની ધારણા છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી, અંબાલાલ અને હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વર્ષના અંતે ફરી એકવાર માવઠા સહિતની નવી આગાહી કરવામાં આવતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહૃાો છે. મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે ૩૧ડિસેમ્બર અને ૧ જાન્યુઆરી દરમિયાન કચ્છ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા કમોસમી વરસાદનાકારણે શિયાળુ પાક જેવા કે ઘઉં, જીરું અને રાયડાને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે.

એક તરફ રાજ્યમાં સવાર-સાંજ ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહૃાો છે, ત્યારે નલિયા ૧૨.૬ ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર નોંધાયું છે. નવા વર્ષની ઉજવણી પૂર્વે જ વરસાદી માહોલ સર્જાવાનાં એંધાણ અને વાતાવરણમાં પલટો આવવાની અને લોકોમાં બીમારીનું પ્રમાણ વધવાની પણ શક્યતા વર્તાઈ રહી છે. હવામાન નિષણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ફરી એકવાર માવઠાંના વરસાદની આગાહી કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૫ની વિદાય અને ૨૦૨૬ની શરૂઆત વરસાદી માહોલ સાથે થવાની ૫ૂરેપૂરી શક્યતા છે. ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત સુધી લંબાવાની શક્યતા છે. ૩૦ ડિસેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે અને આકાશ વાદળછાયું રહેશે. ૩૧ ડિસેમ્બર-ર૦રપ અને ૧ જાન્યુઆરી-ર૦ર૬ આ બે દિવસ દરમિયાન રાજયમાં છૂટાછવાયા વરસાદી ઝાંપટા પડી શકે છે.

તમામ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગર, દરિયાકાંઠાના વિસ્તારોમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં સામાન્ય ઝાપટાં પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અમુક જગ્યાએ સામાન્ય ઝાપટાં પડી શકે છે. લગભગ આ જ પ્રકારની આગાહી અંબાલાલ સહિતના હવામાન નિષ્ણાતોએ પણ કરી છે.

હવામાનશાસ્ત્રીઓની આગાહી મુજબ આગામી તા. ર અને ૩ જાન્યુઆરીથી રાજયમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. કોલ્ડ વેવ આવવાની અને તીવ્ર ઠંડી પડવાની પણ શક્યતા છે. ક્લાઈમેટ ચેન્જ અને વાતાવરણમાં થતા ફેરફારોને કારણે આ વર્ષે ઠંડીમાં ઘટાડો અને માવઠાંના વરસાદમાં વધારો જોવા મળી રહ્યો છે. ખેડૂતોને આ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh