Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૧: સરકારની સુચનાનુસાર એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિઝર) અંતર્ગત અત્રેની સુપરવિઝન હેઠળ આવતા બાંધકામોના બોન્ડ રજુ કરવા સૂચના આપી હતી.
ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ધ્વારા નોટીફીકેશન અનુસાર ૫૦ થી વધુ વ્યકિતઓ એકઠી થતી હોય તેવા બાંધકામો ધરાવતી નિયત થયેલ બિલ્ડીંગ્ઝ માટે એસઓપી જાહેર કરવામાં આવી છે.
જે એસઓ૫ી અનુકરણ/ અમલવારી જામનગર મહાનગરપાલિકા ધ્વારા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગર શહેરમાં આવેલ ૫૦ કે તેથી વધુ વ્યક્તિઓ એકઠી થતી હોય, તેવા બાંધકામો/ બિલ્ડીંગ્ઝ જેવા કે, ગેમઝોન, હોસ્પિટલ, એજયુકેશનલ બિલ્ડીંગ્ઝ, સિનેમા/મલ્ટીપ્લેક્ષ, રેસ્ટોરન્ટ/ હોટલ, બેન્કવીટ હોલ, કોમ્યુનીટી હોલ, ટયુશન કલાસીસ, શોપીંગ મોલ, ધાર્મિક સ્થળો વિગેરે જેવા બાંધકામોનો નિયત સમયાંતરે સર્વે કરી સરકારમાં રિપોર્ટ કરવાનો થાય છે.
જે અંતર્ગત બાંધકામ અનુસંધાને જે-તે માલિક/ વપરાશકર્તા દ્વારા બાંધકામ વિકાસ પરવાનગી, વપરાશ પરવાનગી, ફાયર સેફટીના ધારા-ધોરણો વિગેરે સરકાર ની ગાઈડલાઈન્સ/ નિયમોનુસાર મેળવેલ છે કે કેમ ? તે અંગેની અમલવારી થયેલ. છે અથવા થાય છે કે કેમ ? તે અંગે ની ચકાસણી કરવાની થાય છે. સરકાર ના ઉકત એસઓપીના નોટીફીકેશન અનુસાર દર્શાવેલ તમામ પ્રકારના બાંધકામધારકો/ વપરાશકર્તાઓએ ટાઉન પ્લાનીંગ શાખામાં નિયત બોન્ડ(બાંહધરીખત) નિયત સ્ટેમ્પ ફી પર ના સ્ટેમ્પ પેપર ઉપર રજુ કરવાનું રહે છે. સદરહુ રજુ કરવાના થતાં બોન્ડનો નમુનો જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ પર થી જોવા મળી શકશે. વધુમાં આ અંગેની વધુ માહિતી માટે લગત બાંધકામધારક/વપરાશકર્તા જામનગર મહાનગર પાલિકાની ટાઉન પ્લાનીંગ શાખાનો રૂબરૂ સંપર્ક કરી શકશે.
ઉકત સમગ્ર બાબતો ધ્યાને લઈ સરકારના નોટીફીકેશન અનુસાર એસઓપી અંતર્ગત જે-તે બાંધકામધારકો/ વપરાશકર્તાઓએ સરકાર દ્વારા નિયત થયા મુજબ દરેક વર્ષના જાન્યુઆરી તથા જુલાઈ માસમાં રજુ કરવાના થતાં બોન્ડ જામનગર મહાનગર પાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા માં નિયમિતપણે જમા કરાવવા સબબ લગત બાંધકામધારક/ વપરાશકર્તાઓએ નોંધ લેવા અને આ અંગે ની સંપૂર્ણ જવાબદારી જે-તે બાંધકામધા૨ક/ પરાશકર્તાઓની રહેશે, જેની નોંધ લેવા સિટી એન્જિનિયર જામનગર મહાનગર પાલિકાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial