Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુરતના શિક્ષકને ડિજિટલ એરેસ્ટ બનાવીને
જામનગર તા. ૨૧: સુરતના શિક્ષકને ડિજિટલ અરેસ્ટ બનાવી ૨૦ લાખ પડાવી લેવાના કેસમાં સાત આરોપી ઝડપાયા છે.
સુરતના શિક્ષકને વોટસએપ પર વીડિયો કોલ કરીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનાવવામાં આવ્યા હતા. જેમાં આરોપીઓએ ફરિયાદીને ક્રાઈમ બ્રાંચના ડીસીપી તરીકેની ઓળખ આપી હતી. અને શિક્ષકને આ આરોપીઓએ જણાવ્યું કે, તમારું વિદેશથી પાર્સલ આવ્યું છે, જેમાં ૫ પાસપોર્ટ, ૩ એટીએમ કાર્ડ તથા ડ્રગ્સ મળી આવ્યું છે. તેમ ડિજિટલ એરેસ્ટના નામે ડરાવી શિક્ષક પાસેથી રૂપિયા ૨૦ લાખ ખંખેરી લીધા હતા. જેથી શિક્ષકે સાયબર ક્રાઈમ સેલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
આ કેસ અંગે સુરત પોલીસની સાયબર સેલે સાત આરોપીઓને જામનગરમાંથી ઝડપી લીધા હતા. આ રકમ પૈકી ૧૦.૩૪ લાખની રકમ આ ટોળકીના સાગરિતોના ખાતામાં આવી ગઈ હતી. પોલીસના હાથે ઝડપાયેલામાં ટ્રાન્સપોર્ટર, મોબાઈલના વેપારી, કોલેજનો વિદ્યાર્થી, ચાની લારીવાળા સહિતના આરોપીઓનો સમાવેશ થાય છે.
જેમાં નુરમામદ સાજીદ-ભાઇ રાજકોટિયા (ઉ.વ.૨૩, ધંધો-વેપાર, રહે.ખ્વાજા મંજીલ, બર્ધન ચોક, મુલ્લા મેડી, જોશી શેરીની સામે, દરબારગઢ, જામનગર.),
સુલતાન ઇમ્તિયાઝભાઈ અલુલા (ઉ.વ.૨૬, ધંધો-એ.સી.રીપેરીંગ, રહે. મક્કા મંજીલની સામે, વસીલા મીલ વાળી શેરી, હુસેની ગેટ, કાલવાડ નાકા બહાર હાપા રોડ, જામનગર), એઝાઝ હનીફભાઇ દરવેશ (ઉ.વ. ૩૦, ધંધો-છુટક મજુરી, રહે. સનસીટી શેરી નં.૦૧, મોરકંડા રોડ, કાલાવાડ નાકા બહાર, જામનગર)) મનજીતસિંહ અવતારસિંહ સંધે (ઉ.વ.૩૦ ધંધો-વેપાર, મોબાઇલની દુકાન), રહે.લીમડા લાઇન સોસાયટી, શેરી નં.૩, ભરત ભુવન ઘરની સામે, લીમડા લાઇન, જામનગર.), રાજદીપસિંહ નટવરસિંહ ચુડાસમા (ઉ.વ.૩૫ ધંધો-વેપાર રહે.બંગ્લો નં-૯૫/૫, સ્ટ્રીટ નં-૩, ગોકુલધામ સોસાયટી, ગાંધીનગર મેઇન રોડ, જામનગર), સત્યપાલસિંહ પરાક્રમસિંહ જાડેજા (ઉ.વ.ર૧, રહે.બ્લોક નં-૧૩, જાગૃતિ પાનવાળી શેરી, ખોડીયાર કોલોની, જામનગર મુળ રહે. ગામ-પીપર તા.કાલાવાડ જિ.જામનગર) અને યશપાલસિંહ ભરતસિંહ ચૌહાણ (ઉ.વ.૨૪ ધંધો-મજુરી હાલ રહે.કામદાર કોલોની, નીમીનાથ સોસાયટી, શેરી નંબર-૩, જામનગર, મુળ રહે.ગામ-કજુડા તા.ખંભાળીયા)નો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial