Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની પીજીવીસીએલ કચેરીના સ્ટોરમાંથી ૧૮ હજાર કિલો એલ્યુમિનિયમ સ્ક્રેપની છેતરપિંડી

વે-બ્રિજમાં વજનમાં ગોબાચારી કરાઈઃ મોરબીની બે પેઢી સામે ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.૨૧ : જામનગરની દરેડ સ્થિત પીજીવીસીએલ કચેરીના સ્ટોરમાંથી ભંગાર ઉપાડવાનો કોન્ટ્રાક્ટ અપાયા પછી મોરબીની બે પેઢી દ્વારા ભંગારના વજનમાં ગોલમાલ કરવામાં આવી હતી. આ પેઢીએ વે-બ્રિજમાં ટ્રકમાં વજન કરવામાં આવે તે પહેલાં જ પોતાના માણસોને વે-બ્રિજની નીચે મોકલી દીધા હતા. જો વજનમાં ૧૮૨૪૨ કિલોની ગોબાચારી કરી હતી. જે સમગ્ર કૌભાંડ બહાર આવતા વીજ કંપનીના કર્મચારી દ્વારા મોરબીની બે પેઢી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગરના દરેડ નજીકના જીઆઈડીસી ફેસ ટુમાં આવેલી પીજીવીસીએલ  કંપનીની રિજિયોનલ સ્ટોરની ઓફિસમાં નોકરી કરતા અને રણજીતસાગર રોડ પર નીલકંઠનગરમાં રહેતા નૂરમહંમદ વલીમામદભાઈ ખીરા નામના આસામીએ મોરબીની જય બાલાજી એન્ટરપ્રાઇઝ તથા મેલડી એન્ટરપ્રાઇઝ નામની પેઢીના સંચાલકો અને તેમના દ્વારા મોકલાવવામાં આવેલા મજૂરો વગેરે સામે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં તેઓએ જણાવ્યા મુજબ જીઆઇડીસી ફેસ-રમાં આવેલી તેમની ઓફિસે ગયા માર્ચ મહિનાની તા.૨૧થી ગઈ તા.૧૬ની વચ્ચે મોરબીની જય બાલાજી એન્ટરપ્રાઇઝ તથા મેલડી એન્ટરપ્રાઇઝ નામની પેઢીના વાહનનો સ્ક્રેપ ભરવા માટે આવ્યા હતા.

પીજીવીસીએલની ઓફિસના આ કર્મચારીએ જામનગર ગ્રામ્ય ડિવિઝનના સ્ક્રેપ થયેલા માલસામાનને ત્યાં રખાવ્યો હતો અને કોન્ટ્રાક્ટ મુજબ તે માલ સામાન નિસર્ગ સ્ટાર પેઢીને વેચાણ માટે આપવાનો હતો. તે પેઢીએ ઉપરોક્ત માલ સામાન મોરબીની જય બાલાજી અને મેલડી એન્ટરપ્રાઇઝને વેચાણ માટે આપ્યો હતો. તે  મુજબ આ પેઢીઓના વાહનો દરેડ સ્થિત પીજીવીસીએલ કચેરીના કમ્પાઉન્ડમાં માલ સામાન ભરવા આવ્યા હતા. જ્યાં હાજર પીજીવીસીએલના કર્મચારી નુરમહંમદભાઈ તથા નિસર્ગ સ્ટાર પેઢીવાળા ધર્મેશભાઈ તથા રમેશભાઈને વિશ્વાસમાં લઈ આ પેઢીના વાહનો ૬૦૮૯૨ કિલોગ્રામ સ્ક્રેપ ભરી ગયા હતા. તે પછી વજન કાંટા પર મોકલેલા આ વાહનોમાં ૪૨૬૫૦ કિલો ગ્રામ જ સ્ક્રેપ  છે તેમ કહી બંને પેઢીના સંચાલકો તથા મજૂરોએ છેતરપિંડી કરી હતી ખરેખર તો આ પેઢીને આવેલા વાહનો જ્યારે વજન માટે વેબ્રિજ પર મોકલાતા હતા ત્યારે પેઢીના મજૂરો અને માણસો તેની નીચે જઈ ત્યાં જેક મારીને વજન ઓછુ આવે તેમ કારસ્તાન કરતા હતા. જેની જાણ થઈ જતા નૂર મહંમદભાઈએ ૪૧, ૬૮૩૧૫ના ૧૮૨૪૨ કિલો  સ્ક્રેપ ઓળવી જવા અંગે આ પેઢીના સંચાલકો તથા તેના માણસો અને મજૂરો સામે છેતરપિંડી-વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh