Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ન્યુમોનિયા, એનિમિયાની સારવાર ચાલી રહી હતી
વેટિકનસિટી તા. ૨૧: કેથોલિક ખ્રિસ્તી ધર્મગુરૂ અને બિન-યુરોપિયન પોપ ફ્રાન્સિસનું ૮૮ વર્ષની વયે નિધન થયું છે. તેઓ કેટલીક બીમારીઓની સારવાર હેઠળ હતાં.
ખ્રિસ્તી ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસનું ૮૮ વર્ષની ઉંમરે આજે સવારે વેટિકન કેમરલેન્ગો કાર્ડિનલમાં નિધન થયું છે. તેઓ ફેફસામાં ઈન્ફેકશનને લઈને લાંબા સમયથી બીમાર હતાં અને વિવિધ બીમારીઓની સારવાર ચાલી રહી હતી.
તેઓને ફેફસાના ઈન્ફેકશનને કારણે ૫ અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
ગત તા. ૧૪ ફેબ્રુઆરીના તેમને રોમની જેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ન્યુમોનિયા અને એનિમિયાની પણ સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન કેથોલિક ચર્ચના હેડક્વાટર વેટિકને કહૃાું હતું કે પોપના બ્લડ ટેસ્ટ રિપોર્ટમાં કિડની ફેઇલ હોવાના લક્ષણો જોવા મળ્યા હતા. સાથે જ, પ્લેટલેટ્સ પણ ઘટી ગયા હોવાની જાણકારી મળી હતી.
પોપ ફ્રાન્સિસ એક આર્જેન્ટિનાના જેસુઈટ પાદરી હતા જે ૨૦૧૩માં રોમન કેથોલિક ચર્ચના ૨૬૬મા પોપ બન્યા હતા. તેમને પોપ બેનેડિક્ટ સોળમાના અનુગામી તરીકે ચૂંટવામાં આવ્યા હતા. પોપ ફ્રાન્સિસ ૧,૦૦૦ વર્ષમાં કેથોલિક ધર્મમાં સર્વોચ્ચ પદ પર પહોંચનારા પ્રથમ બિન-યુરોપિયન હતા.
પોપનો જન્મ ૧૭ ડિસેમ્બર, ૧૯૩૬ના રોજ આર્જેન્ટિનાના ફ્લોરેસ શહેરમાં થયો હતો. પોપ બનતા પહેલા તેઓ જોર્જ મારિયો બર્ગોગ્લિયોના નામથી જાણીતા હતા. પોપ ફ્રાન્સિસના દાદા-દાદી સરમુખત્યાર બેનિટો મુસોલિનીથી બચવા માટે ઇટાલી છોડીને આર્જેન્ટિના ગયા. પોપે તેમના જીવનનો મોટાભાગનો સમય આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ એરેસમાં વિતાવ્યો હતો.
વેટિકન સિટીમાં નવ દિવસનો શોક જાહેર કરાયો હોવાનું જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial