Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફ્લેસીંગ લાઈટ-સાયરલ લગાવેલ વાહન સાથે સીનસપાટા કરતા
જામનગર તા.ર૧ : ખંભાળિયાના ટોલનાકા પાસે સાયરન લગાવેલી અને પોલીસના વાહન માફક ફલેસીંગ લાઈટ લગાવેલી કાર શંકાસ્પદ હાલતમાં પસાર થતાં પોલીસે તેને રોકી હતી અને તપાસ કરતા કારચાલક કોઈ સરકારી કર્મચારી નહીં હોવાનું જણાયું હતું. આથી પોલીસે તેની ધરપકડ કરી હતી. કાર કબજે લીધી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક ધરમપુર ટોલનાકા પાસેથી તા.૧૯ના વહેલી સવારે ચાર વાગ્યે જીજે-૩૮-બીએફ ૫૦૫૦ નંબરની સ્કોર્પિયો પસાર થતી હતી. આ વાહનમાં ઉપરના ભાગે પોલીસના વાહન માફક બ્લુ અને લાલ કલરની એલઈડી ફલેસીંગ લાઈટ તથા સાયરન લગાવેલ જોવા મળી હતી. આથી ત્યાં ફરજ પરના પોલીસ કર્મચારીઓએ આ કારને રોકી હતી અને તેના ચાલક દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમાર (રહે. ગાંગડ ગામ, તા. બાવળા, જિ. અમદાવાદ)ની પૂછપરછ કરતા તેની પાસેથી સીઆઈડી ઈન્ટેલિજન્સ ગુજરાત સ્ટેટનું ઓળખ કાર્ડ મળી આવ્યું હતું. આથી પોલીસે તેની ઝીણવટ ભરી પૂછપરછ કરી હતી. તેમજ વાહન નંબરના આધારે ટેલિફોનિક તપાસ કરતા આ વાહન સરકારી નહીં હોવાનું જણાયું હતું. તેમજ વાહન ચાલક પણ કોઈ પોલીસ ઓફિસર નહીં હોવાનંુ જણાતા ટ્રાફિક શાખાના પોલીસ હેડ કોન્સ. વીરભદ્રસિંહ કેશુભા જાડેજાએ બનાવટી પોલીસની ઓળખ ઉભી કરનાર દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. વી.કે. કોઠીયા ચલાવી રહ્યા છે. પોલીસે આરોપી પાસેથી બે મોબાઈલ ફોન, સ્કોર્પિયો મોટર વગેરે મળી રૂ. ૧૧ લાખ ૧૫ હજારનો મુદ્દામાલ પણ કબજે કર્યાે હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial