Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૨૧ : જામનગર નજીક ઠેબા ચોકડી પાસે એક મોટરને ડમ્પરચાલકે હડફેટે લેતાં અકસ્માત થયો હતો. આ બનાવમાં મોટર કારમાં સવાર પાંચ મુસાફરોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ડમ્પરચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
જામનગર નજીક ઠેબા ચોકડીથી આગળ સાંઢીયા પુલ પાસે ગઈ તા.૨૦ના સવારે એક અર્ટીગા મોટર પસાર થતી હતી ત્યારે પુરપાટ વેગે આવતા જીજે-૧૮-એયુ ૮૯૬૫ નંબરના ડમ્પરચાલકે મોટરને ઠોકર મારી હતી. આથી મોટરમાં મુસાફરી કરી રહેલા રૂકસાનાબેન, નઝમાબેન, ઝીન્નતબેન, જુબેદાબેન અને આસીફભાઈ ને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ બનાવ અંગે મહેબુબભાઈ, ઈસ્માઈલભાઈ એ ડમ્પરચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેની તપાસ પોલીસ હેડ કોન્સ. બી.એચ. લાંબરીયા ચલાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial