Advertisement
Author: નોબત સમાચાર

ભારત સહિત પાંચ દેશોમાં ધરતીકંપઃ ૩થી પની તીવ્રતા નોંધાઈ

મધ્યમ રાત્રિથી સવારે ૬ વાગ્યા સુધીમાં

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૧: રાત્રે એક વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીમાં પાંચ દેશોમાં ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી ઊઠી હતી. ભૂકંપની તીવ્રતા ૩ થી પ સુધી નોંધાઈ હતી. ભારત, તિબેટ, મ્યાનમાર, તાજિકિસ્તાન અને ઈન્ડોનેશિયામાં ભૂકંપ અનુભવાયો, પરંતુ સદ્નસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી.

છેલ્લા સવા વર્ષથી સતત આવી રહેલા ભૂકંપના આંચકાઓએ લોકોમાં ભયનું વાતાવરણ સર્જ્યુ. મોટી કુદરતી આફતની દહેશત વચ્ચે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ પાંચ દેશોમાં આવેલા ભૂંકપની પુષ્ટિ કરી છે. ગઈ રાત્રે એક વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીમાં ભારત સહિત પાંચ દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં, જેના કારણે ધરતી ફરી એકવાર ધ્રુજી ઊઠી હતી. ઊંઘમાં ડૂબેલા લોકોએ ક્યાંક હળવા તો ક્યાંક તીવ્ર આંચકાઓનો અનુભવ કર્યો હતો. ભારત, તિબેટ, મ્યાનમાર, તાજિકિસ્તાન અને ઈન્ડોનેશિયામાં આવેલા આ ભૂકંપના આંચકાઓની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩ થી પ ની વચ્ચે નોંધાઈ હતી.

જો કે, આ પાંચેય દેશોમાંથી ભૂકંપના કારણે કોઈ જાનમાલના નુક્સાનના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ છેલ્લા સવા વર્ષથી જે રીતે દરરોજ ભૂકંપના આવી રહ્યો છે અને આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. તેના કારણે લોકોમાં ડરનું વાતાવરણ ફેલાયું છે. ભયંકર કુદરતી આપત્તિનું જોખમ તોળાઈ રહ્યું હોવાની લાગણી લોકો અનુભવી રહ્યા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ પાંચ દેશોમાં આવેલા ભૂકંપની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ મુજબ ભારતના આસામ જિલ્લામાં વહેલી સવારે ૪ વાગ્યાને ૪૬ મિનિટે ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૪ માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર સોનિતપુરમાં પૃથ્વીના પેટાળમાં ૧૩ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું.

ઈન્ડોનેશિયાના સેરામ ટાપુ પર પ.પ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ અનુસાર ભૂકંપનું કેન્દ્ર ૧૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. ઈન્ડોનેશિયામાં છેલ્લા ઘણાં દિવસોથી સતત ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે.

ભારતના પાડોશી દેશ તિબેટમાં પણ ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૧ નોંધાઈ હતી. ભૂકંપના આંચકમા સવારે પ વાગ્યાને ૩૩ મિનિટે અનુભવાયા હતાં. જ્યારે લોકો ઊંઘમાંથી જાગવાની તૈયારી કરી રહ્યા હતાં. ભૂકંપનું કેન્દ્ર તિબેટમાં જમીનથી ૧૦ કિલોમીટર નીચે હતું.

તાજેતરમાં મ્યાનમારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ર૯ માર્ચે આવેલા ભૂકંપે મ્યાનમારમાં ભારે તબાહી મચાવી હતી. ત્યારથી લઈને આજ સુધી અહીં સતત ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે. આજે સવારે ર વાગ્યાને ૪૭ મિનિટે પણ ૩.૮ ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.

પાકિસ્તાનના પાડોશી દેશ તાજિકિસ્તાનમાં છેલ્લા પાંચ દિવસથી ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે. ગત્ રાત્રે તાજિકિસ્તાનમાં એક કલાકમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. પહેલો આંચકો રાત્રે ૧ વાગ્યાને પ૦ મિનિટે આવ્યો હતો. જેની તીવ્રતા ૪.ર હતી. જ્યારે બીજો આંચકો રાત્રે ર વાગ્યાને ૪ મિનિટે આવ્યો હતો, જેની તીવ્રતા ૪ નોંધાઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh