Advertisement
Author: નોબત સમાચાર

ખખડધજ બસો સંચાલનમાં હોવાની હકીકત બહાર આવતા: તંત્રમાં ખળભળાટ

એસ.ટી. નિગમ એક વર્ષમાં તબકકાવાર જામનગરને સહિત રાજ્યમાં અધધ નવી બસો ફાળવશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગર એસ.ટી. વિભાગની ૯૯ અતિ ખખડધજ બસ સંચાલનમાં હોવાની હકીકત બહાર આવ્યા પછી નિગમે જાહેર કર્યુ છે કે, એક વર્ષમાં તબકકાવાર એસ.ટી. નિગમ જામનગર વિભાગને ૮૫ સહિત રાજ્યમાં ૧૮૬૩ નવી બસ ફાળવશે.

ગુજરાત રાજય વાહન વ્યવહાર નિગામના જામનગર વિભાગના અલગ-અલગ ડેપોમાં ૯૯ જેટલી બસ નિર્ધારિત કરેલા કિલોમીટર કરતાં વધુ ચાલી ચુકેલી હોવા છતાં આવી બસ સંચાલનમાં હોવાથી મુસફરોને જોખમી મુસાફરી કરતા હોવાના અખબારી અહેવાલ બાદ ગુજરાત રાજય વાહન વ્યવહાર નિગમે નોંધ લઈ જામનગર વિભાગને ૮૫ સહિત સમગ્ર રાજયમાં ૧૮૬૩ નવી બસ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ સ્થિત મધ્યસ્થ કચેરીના મુખ્ય પરિવહન અને વાણિજય વ્યવસ્થાપકે ૧૫ એપ્રિલના જામનગર ઉપરાંત અમદાવાદ, ભાવનગર, ભુજ, અમરેલી, ગોધરા, મહેસાણા, રાજકોટ, પાલનપુર, જુનાગઢ, વલસાડ, હિંમતનગરના વિભાગીય નિયામકોને પત્ર લખી જણાવ્યું હતું કે, આગામી સમયમાં નિગમ ૯૬૩ ડિલક્ષ એકસપ્રેસ બસ, ૫૫૦ ગુર્જરનગરી અને ૩૫૦ મિની બસ સહિત કુલ ૧૮૬૩ નવી (રીપ્લેસમેન્ટ) બસોની ફાળવણી કરશે. જેમાં જામનગર વિભાગને ૫૦ ડિલક્ષ એક્સપ્રેસ ૧૪ ગુર્જરનગરી, ૪૧ મીની બસ ફાળવવામાં આવી છે. આ નવી બસો એક વર્ષના સમયગાળા દરમિયાન સમયાંતરે ફાળવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એસ.ટી.નિગમે છેલ્લા બે વર્ષમાં જામનગર વિભાગને ૮૯ નવી બસો ફાળવવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh