Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત સરકારનો તઘલખી આદેશ!
ખંભાળિયા તા. રરઃ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અંતરિયાળ તથા ગ્રામ્ય વિસ્તારમાં ગરીબ મધ્યમ પરિવારોના માટે ખૂબ જ ઉપયોગી ગણાતી ગ્રાન્ટેડ શાળાઓ પર ગ્રાન્ટ કાપનું હથિયાર ચલાવીને સેલ્ફ ફાયનાન્સ શાળાઓને પ્રોત્સાહનના ડોઝનું આડકતરૂ શસ્ત્ર ચલાવ્યું છે, જેથી ગ્રામ્ય પંથક-શહેરમાં મરવાના વાંકે જીવતી ગ્રાન્ટેડ શાળાઓનો મૃત્યુઘંટ વાગી જશે.
સરકારી નિશાળોમાં એક વર્ગમાં ૧૦/૧ર સંખ્યા હોય તો પણ શાળા ચાલે છે, જ્યારે ગ્રાન્ટેડ શાળામાં નવા નિયમ પ્રમાણે શહેરી વિસ્તારમાં ૮૦ ટકા અને ગ્રામ્ય વિસ્તારમાં પપ ટકા હાજરી હશે તો જ ૧૦૦ ટકા ગ્રાન્ટ મળશે. જો ૬૦ ટકાથી ઓછી શહેરમાં તથા ગ્રામ્યમાં ૪૦ ટકાથી ઓછી હશે તો ૧૦૦ ટકા ગ્રાન્ટ કાપ થશે.
હાલ રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓને ૧ થી પ વર્ગ હોય તો વર્ગ દીઠ માસિક ૩ હજાર, પાંચથી વધુ ૩૦ સુધી હોય તો રપ૦૦ વર્ગદીઠ માસિક અપાય છે. ૩૦ થી વધુને ૧૬પ૦ રૂપિયા વર્ગદીઠ અપાય છે. તેના બદલે હવે આ નવો નિયમ લાગુ પડશે. ર૦૧૭ માં આ નિયમો લાગુ પડ્યા હતાં જે પછી તાજેતરમાં નવો પરિપત્ર કરીને ગ્રાન્ટો અંગે કડક નિયમો નક્કી કર્યા છે. એમ કહેવાય છે કે, બાળકોની શાળામાં નિયમિત હાજરીઓ થાય તે માટે આ કડક પગલું લેવાયું છે પણ ગ્રાન્ટેડ શાળાઓ જે દર વર્ષે બંધ થતી જાય છે તેમાં ઉમેરો જ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial