Advertisement
Author: નોબત સમાચાર

સ્થાનિક ભારતીય માર્કેટમાં ચાંદી પ્રતિકિલો ર.૧૪ લાખ અને સોનું તોલાદીઠ ૧.૩પ લાખ

ચાંદીમાં ચળકાટ-સોનામાં તેજીઃ ઐતિહાસિક સપાટી

                                                                                                                                                                                                      

મુંબઈ તા. રરઃ સોના-ચાંદીમાં પ્રચંડ તેજીનો પગરવ સંભળાયો છે. સ્થાનિક બજારમાં ચાંદી રૂ. ર.૧૪ લાખ અને સોનું રૂ. ૧.૩પ લાખની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે. વૈશ્વિક બજારમાં ચાંદી ૧રપ ટકા અને સોનું ૬૭ ટકા ઉછળતા ભારતીય રોકાણકારો માલામાલ થઈ ગયા છે. અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં સતત ત્રીજો ઘટાડો અને ભૌગોલિક તણાવને પગલે તેજીનો જવાળામૂખી ફાટ્યો છે. આગામી સમયમાં સોનું ૪૯૦૦ ડોલરની સપાટી વટાવે તેવી ગોલ્ડમેન સૅક્સની આગાહી થઈ છે.

વૈશ્વિક અને સ્થાનિક બજારોમાં કિંમતી ધાતુઓના ભાવમાં આવેલી અભૂતપૂર્વ તેજીએ રોકાણકારોને સ્તબ્ધ કરી દીધા છે. આંતરરાષ્ટ્રીય સંકેતોને પગલે ભારતના મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના ભાવે તમામ જુના રેકોર્ડ તોડીને નવી ઐતિહાસિક ઊંચાઈ હાંસલ કરી છે. ચાંદીના વાયદાના ભાવ પ્રતિકિલો રૂ. ર,૧૪,પ૩૪ ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે, જ્યારે સોનું પણ પ્રતિ ૧૦ ગ્રામ દીઠ રૂ. ૧,૩પ,૬૯૮ ના શિખર પર પહોંચ્યું છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે હાજર સોનું ૧ ટકા ઉછળીને ૪૩૮૪.પ૦ ડોલર પ્રતિ ઔસની રેકોર્ડ સપાટીએ પહોંચ્યું છે. તેવી જ રીતે ચાંદી પણ ર.ર ટકા ના ઉછાળા સાથે ૬૮.૬પ ડોલર પ્રતિ ઔસની સપાટીએ ચમકી રહી છે. વર્ષ ર૦રપ દરમિયાન સોનામાં ૬૭ ટકાનો વધારો થયો છે, જ્યારે ચાંદીમાં ૧રપ ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે, જે દર્શાવે છે કે ચાંદીએ વળતરની બાબતમાં સોનાને પાછળ છોડી દીધું છે.

તેજી પાછળના જવાબદાર પરિબળો

બજારના નિષ્ણાતો માને છે કે આ તેજી પાછળ મુખ્યત્વે જે ત્રણ કારણો જવાબદાર છે, તેમાં યુએસ ફેડરલ રિઝર્વે આ વર્ષે ત્રીજી વખત વ્યાજદરમાં રપ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે, જે કિંમતી ધાતુઓ માટે ઈંધણનું કામ કરી રહ્યો છે. વિશ્વભરની કેન્દ્રિય બેંકો દ્વારા સોનાના જંગી સ્ટોક કરવામાં આવી રહ્યો છે, ત્યાં વેનેઝુએલા અને રશિયા-યુક્રેન વચ્ચે વધતી જતી અસ્થિરતાને કારણે સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદીની માગ વધી છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ ડિસેમબર ર૦ર૬ સુધીમાં સોનું હજુ ૧૪ ટકા વધીને ૪૯૦૦ ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. સ્થાનિક બજારના નિષ્ણાતોના મતે આ અઠવાડિયે યુએસજીડીપી ડેટા અને ડોલર ઈન્ડેક્સમાં વધઘટને કારણે બજારમાં ભારે વોલેટાલિટી જોવા મળી શકે છે. નિષ્ણાતોએ સોનામાં રૂ. ૧,૩૩,૬૦૦ ના સપોર્ટ લેવલ સાથે અને ચાંદીમાં રૂ. ર,૦૬,૦૦૦ ના સપોર્ટ સાથે ઘટાડા પર ખરીદી કરવાની સલાહ આપી છે.

બીજી તરફ દેશના મુખ્ય શહેરોમાં ર૪ કેરેટ સોનાના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. દિલ્હીમાં શુદ્ધ સોનું (ર૪ કરેટ) પ્રતિ ૮ ગ્રામ રૂ. ૧,૦૯,૦૪૦ પર ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે મુંબઈમાં તેનો ભાવ રૂ. ૧,૦૭,૭૪૪ અને હૈદરાબાદમાં રૂ. ૧,૦૭,૬૮૦ નોંધાયો છે. ચેન્નાઈમાં ર૪ કેરેટ સોનાનો ભાવ રૂ. ૧,૦૭,૭૯ર પ્રતિ ૮ ગ્રામ રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh