Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામ્યુકોની દબાણ હટાવ ઝુંબેશ હેઠળ
જામનગર તા. ૨૨: જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર રોડ પર ઊભા રહેતા રેંકડી ધારકો અને અન્ય ધંધાર્થીઓને દૂર ખસેડી દબાણ હટાવ ઝુંબેશ ચાલાવઈ રહી છે. ગત શનિ-રવિમાં પણ ૪૦ જેટલા આવા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અને કેટલોક માલ-સામાન જપ્ત કરાયો હતો.
જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા સતત દબાણ હટાવ ઝુંબેશ ચલાવાઈ રહી છે જે ગત શનિ-રવિમાં પણ આ કામગીરી યથાવત રાખવામાં આવી હતી. ખાસ કરીને શરૂસેક્શન રોડ, પટેલ કોલોની, વી-માર્ટ વાળો રોડ, પંચવટી સહિતના વિસ્તારોમાં આ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ૪૦ જેટલા દબાણો દૂર કરાયા હતા. અને ૧૦ જેટલા વજનકાંટા કબ્જે લેવા સહિત ગ્રીલ, કપડા, શો-રૂમ પાસેના પૂતળા વગેરે પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
આ કામગીરી એસ્ટેટ શાખાના કંટ્રોલીંગ અધિકારી મુક્ેશ વરણવા અને એસ્ટેટ વિભાગના અનવર ગજ્જણ અને એસ્ટેટની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial