Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આયોજન-વ્યવસ્થાનો સદંતર અભાવઃ ઘોર રેદરકારી
ખંભાળિયા તા. રરઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથકે ખંભાળિયા શહેરની પ્રમુખ બજારમાં સ્ટેટબેંક આગળના ભાગમાં વિશાળ પાર્કિંગની જગ્યા હોવા છતાં આયોજકને વ્યવસ્થાના અભાવે અહીં રોજ વાહનોના જંગલ જેવી સ્થિતિ સાથે વાહનોના ખડકાલ તથા વાહનો ફસાઈ જવાની સ્થિતિમાં રોજ માથાકૂટ થતી હોય યોગ્ય આયોજન કરવા માગ ઊઠી છે.
ખંભાળિયાની મુખ્ય બજારમાં વિશાળ પાર્કિંગ આવેલું છે, જ્યાં ટુ-વ્હીલર પાર્ક થાય ત્યાં અહીં નજીકમાં મુખ્ય બજાર, ફળોની રેંકડીઓનું બજાર, શાક માર્કેટ, સોની ઝવેરી બજાર, સ્ટેટ બેંક, સેન્ટ્રલ બેંક તથા અહીંથી કલ્યાણરાયજી મંદિર, પોર ગેઈટ, આ સ્થળોએ જવાનો રસ્તો હોય, સવારથી બપોર સુધી અહીં ટ્રાફિક જામ થાય છે.
બેંકો, શાક માર્કેટમાં જનારા કે અહીં વાહનો મૂકીને જતા હોય તેના ઉપર પાછળ બીજા રાખતા આડેધડ પાર્ક થતા વાહનોને લીધે રોજ વાહનો ફસાઈ જાય, કલાકો સુધી ના નીકળે અને રોજ ઝઘડા થાય તથા નજીકમાં રેંકડીવાળા પાર્ક કરી જતા હોય રોજ પ્રશ્નો થતા હોય, પોલીસ, ટ્રાફિક તથા પાલિકા તંત્ર દ્વારા આ બાબતે ખાસ વ્યવસ્થા ગોઠવવાની માગ કરવામાં આવી છે, તેથી વાહનો ગોઠવીને રખાતા પાર્કીંગ તથા આડેધડ વાહનો રાખતા ટ્રાફિક જામની સ્થિતિનો હલ આવી જાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial