Advertisement
Author: નોબત સમાચાર

શ્રીગીતાજી આધારીત સ્પર્ધાના વિજેતાઓને પારિતોષિક-પ્રમાણપત્રો-પુસ્તકો એનાયત

શ્રીગીતા જયંતી નિમિત્તે હરીશભાઇ હરખાણી અને 'નોબત' દ્વારા અનોખું આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગરના પ્રસિદ્ધ અને લોકપ્રિય સાંધ્ય દૈનિક 'નોબત' દ્વારા તાજેતરમાં પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ જામનગરમાં રહેતા અને 'નોબત' પરિવારના હરીશભાઇ હરખાણીના સહયોગથી તેઓ દ્વારા શ્રીગીતા જયંતીના પાવન અવસરે તૈયાર કરવામાં આવેલી અનોખી એવી શ્રીગીતાજી આધારિત પારિતોષિક સ્પર્ધાનું આયોજન 'નોબત'ના વાચકો માટે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભાગ લેવા માટેનું ફોર્મ 'નોબત'માં પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને નિર્ધારિત સમયમર્યાદામાં વાચકોએ સ્પર્ધાના જવાબો સાથેનું કવર કાર્યાલય પર પહોંચાડવાનું હતું. આ સ્પર્ધામાં શ્રીગીતાજી આધારિત પ્રશ્નોના ઉત્તર આપવાના હતા અને વિજેતા તમામ સ્પર્ધકોને 'નોબત' તથા હરીશભાઇ હરખાણી તરફથી રોકડ પુરસ્કાર, ધાર્મિક પુસ્તકો તેમજ પ્રમાણપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

'નોબત'માં પ્રસિદ્ધ થયેલી શ્રીગીતાજી આધારિત પારિતોષિક સ્પર્ધામાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાના વિજેતાઓને પારિતોષિક વિતરણનો કાર્યક્રમ તાજેતરમાં નોબત કાર્યાલયમાં યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સૌપ્રથમ'નોબત' પરિવારના દર્શકભાઇ માધવાણી તરફથી ઉપસ્થિત સૌ સ્પર્ધકોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. શ્રીગીતાજી આધારિત પારીતોષિક સ્પર્ધાના વિજેતાઓમાં ગીતાબહેન બિપીનચંદ્ર લીયા, નીલાબહેન મોહનલાલ તન્ના, સપનાબહેન હર્ષભાઇ બાબરીયા, દીપાલીબહેન દિનેશભાઇ મહેતા, નેહલબહેન જે. કટેશિયા, અભિધાબહેન કિશોરભાઇ માલવિયા, ભાવનાબહેન દિલીપભાઇ વખારીયા અને હિમાંશુભાઇ વસંતરાય ગુસાણીને 'નોબત' પરિવારના જયોતિબેન માધવાણી, સંજયભાઇ માધવાણી, દર્શકભાઇ માધવાણીના હસ્તે રોકડ પુરસ્કાર, ધાર્મિક પુસ્તકો તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ સમયે સ્પર્ધાના આયોજક-પ્રાયોજક હરીશભાઇ હરખાણી, સાગરભાઇ હરખાણી હાજર રહ્યા હતા. સૌ સ્પર્ધકોએ આ તકે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રીગીતાજી આધારિત પારિતોષિક સ્પર્ધામાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાંથી આઠ સ્પર્ધકોએ સંપૂર્ણપણે સાચા જવાબો આપેલ હોવાથી પ્રથમ, દ્વિતીય અને તૃતિય નંબર નક્કી કરવા માટે ડ્રો કરવામાં આવ્યો હતો. જેમાં ગાંધીનગરના સ્પર્ધક સિવાય બાકી તમામસાત સ્પર્ધક ડ્રોમાં હાજર રહ્યા હતા.

હાજર રહેલ સાત સ્પર્ધકોએ સર્વાનુમત્તે નક્કી કર્યુ હતું કે, આઠ સ્પર્ધકોના જવાબ સાચા છે અને ડ્રો કરવાથી ફક્ત ત્રણ સ્પર્ધકને જ લાભ મળે તેના કરતા પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરના વિજેતાઓની પુરસ્કારની કુલ રકમના તથા કુલ પુસ્તકોના આઠ ભાગ કરીને પ્રત્યેક સ્પર્ધકને સરખા ભાગે વહેચણી કરવી. આથી પ્રત્યેક સ્પર્ધકને રૂપિયા ૩૩૩ રોકડ પુરસ્કાર તથા ચાર-ચાર ધાર્મિક પુસ્તકો અને સમસ્ત ચાવીઓના સંપૂર્ણપણે સાચા જવાબો આપી સફળતા પ્રાપ્ત કરવા બદલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે. જે મુજબ સ્પર્ધકોને ઇનામો-પુસ્તકો આપવામાં આવ્યા હતા.

શ્રીગીતોપદેશ, ધાર્મીક તેમજ આધ્યાત્મિક મેળવવા માટે

શ્રીમદ્ ભગવતગીતાના અને અન્ય ધાર્મિક તથા આધ્યાત્મિક ઉપદેશમાં રસ ધરાવનાર સભ્યોએ મોબાઇલ નંબર ૮૨૦૦૨ ૪૧૩૭૫ 'જય શ્રીગીતા'ના નામથી સેવ કરીને તે નંબર ઉપર પોતાનું પૂરૃં નામલખીને જય શ્રીગીતા લખીને અર્થાત્ ટાઇપીંગ કરીને એક મેસેજ કરવાથી તેઓને દરરોજ નિયમિતરૂપે મેસેજ મળતા થઇ જશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh