Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલપુરના હરીપરમાં જુગાર રમતા છ શખ્સ પકડાઈ ગયાઃ
જામનગર તા. ૨૨: જામનગરના ઢીંચડા રીંગ રોડ પર એક મકાનમાં જામેલી જુગારની મહેફિલ પર પોલીસે દરોડો પાડતા છ મહિલા સહિત સાત તીનપત્તી રમતા ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂ.૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. લાલપુરના હરીપરમાંથી છ શખ્સ રૂ.પોણા પાંચ લાખના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપાયા હતા. અન્ય બે દરોડામાં ચાર શખ્સ પકડાઈ ગયા હતા.
જામનગરના ઢીંચડા રીંગ રોડ પર આવેલા ક્રિષ્ના પાર્કની શેરી નં.૨માં એક મકાનમાં શનિવારે બપોરે જુગાર રમાતો હોવાની બાતમી પરથી સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે ત્યાં આવેલા જીતુભા ગોવુભા જાડેજા નામના શખ્સના મકાનમાં દરોડો પાડતા ત્યાં નાલ આપીને ગંજીપાના વડે જુગાર રમતા નયનાબેન રાજેશભાઈ બુદ્ધ, નીલમબા નરેન્દ્રસિંહ જાડેજા, અંકિતાબેન અમિતભાઈ કડેવાર, અરૂણાબેન તથા રંજનબા મેઘરાજસિંહ જાડેજા સહિતના છ મહિલા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ.૧,૦૩,૫૦૦ રોકડા કબજે કરી તમામ સાત સામે જુગારધારાની કલમ-૪, ૫ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
લાલપુર તાલુકાના હરીપર ગામની સીમમાં શનિવારે સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા મનોજ નથુભાઈ રાઠોડ, બાબુભાઈ કાનજીભાઈ કછટીયા, મુકેશ પ્રાગજીભાઈ ખાણઘર, જગદીશ નાનજીભાઈ કછેટીયા, ધર્મેન્દ્ર વાલજીભાઈ કછેટીયા, ગોપાલ જેરામભાઈ કણજારીયા નામના છ શખ્સને એલસીબીએ પકડી પાડી પટમાંથી રૂ.૧,૫૫,૦૦૦ રોકડા, છ મોબાઈલ તથા એક ઇકો મોટર મળી કુલ રૂ.૪,૮૫,૫૦૦નો મુદ્દામાલ કબજે લીધો છે.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી બાલનાથ સોસાયટીમાંથી ગઈરાત્રે તીનપત્તી રમતા અબ્દુલકાદર ફકરૂદીન કપાસી તથા તાહેર અલીહુસેન મોદી નામના બે શખ્સને પોલીસે પકડી લઈ રૂ.૧૦૨૫૦ કબજે કર્યા છે.
જામનગરની તારમામદ સોસાયટીમાં ગઈકાલે સાંજે ગંજીપાના કૂટતા હેરી દોરેરાજ ક્રિશ્ચિયન તથા મોહનભાઈ ગોવિંદભાઈ વાજરકા નામના બે શખ્સને પોલીસે પકડી લઈ રૂ.૧૧૧૦૦ કબજે લીધા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial