Advertisement
Author: નોબત સમાચાર

ટ્રમ્પે વિશ્વના ર૯ દેશોમાંથી રાજદૂતોને પાછા બોલાવ્યાઃ નોટિસોની બજવણી શરૂ

આ નિમણૂકો બાઈડનના કાર્યકાળમાં થઈ હતી

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. રરઃ ડોનાલ્ડ ટ્રમ્પે એકઝાટકે ર૯ દેશોમાંથી તહેનાત અમેરિકાના રાજદ્વારીને પદ પરથી હટાવ્યા છે. આ અંગેની નોટિસોની બજવણી શરૂ થતા ખળભળાટ મચી ગયો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળની શરૂઆત પહેલા જ વિદેશ મંત્રાલયમાં મોટો ઉલટફેર કર્યો છે. ટ્રમ્પના વહીવટી તંત્રએ વિશ્વના વિવિધ દેશોમાં તૈનાત ૩૦ જેટલા વરિષ્ઠ રાજદૂતોને પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે. આ તમામ રાજદ્વારીઓની નિમણૂક જો બાઈડનના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી. સ્ટેટ ડિપાર્ટમેન્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર ગયા અઠવાડિયે ઓછામાં ઓછા ર૯ દેશોમાં તૈનાત રાજદૂતોને જાણ કરવામાં આવી છે કે તેમની સેવાઓ જાન્યુઆરીમાં પૂર્ણ થશે. અમેરિકાની સરકાર દ્વારા આ તમામ અધિકારીઓને નોટિસ મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

જો કે, આ ફેરફારથી પ્રભાવિત રાજદૂતોની નોકરીઓ જશે નહીં. તેઓ વોશિંગ્ટન પરત ફરીને અન્ય વિભાગોમાં પોતાની સેવાઓ આપી શકશે. અમેરિકન વિદેશ વિભાગ દ્વારા આ ફેરબદલને એક 'સામાન્ય પ્રક્રિયા' તરીકે ઓળખવામાં આવી હોવા છતાં જે રીતે ૩૦ દેશોમાંથી રાજદૂતોને પરત બોલાવવામાં આવ્યા છે તેના પરથી વૈશ્વિક સ્તરે મોટા ફેરફારોના સંકેત મળી રહ્યાં છે.

આ નિર્ણયની સૌથી વ્યાપક અસર આફ્રિકન ખંડ પર જોવા મળી રહી છે. જ્યાં નાઈજીરિયા, સોમાલિયા, યુગાન્ડા, સેનેગલ અને રવાન્ડા સહિત કુલ ૧૩ દેશોમાંથી અમેરિકન રાજદૂતોને હટાવવામાં આવ્યા છે. એશિયામાં પણ ફિલિપાઈન્સ, વિયેતનામ અને ફિજી જેવા ૬ મહત્ત્વના દેશોમાં ફેરફાર કરાયા છે. જ્યારે યુરોપના ઓમેનિયા અને સ્લોવાકિયા જેવા દેશો પણ આ યાદીમાં સામેલ છે.

ભારત માટે આ ઘટનાક્રમ ખાસ મહત્ત્વનો છે, કારણ કે, પાડોશી દેશ નેપાળ અને શ્રીલંકામાંથી પણ બાઈડન કાળના રાજદ્વારીઓ હટાવવામાં આવ્યા છે.

ટ્રમ્પનું આ આક્રમક પગલું સ્પષ્ટ કરે છે કે, તેઓ જૂના માળખાને બદલીને પોતાની નવી અને 'અમેરિકા ફર્સ્ટ' નીતિને વરેલી ટીમને મેદાનમાં ઉતારવા માટે સજ્જ છે. આ ફેરબદલ માત્ર વહીવટી પ્રક્રિયા નથી. પરંતુ તે આવનારા સમયમાં અમેરિકાની વૈશ્વિક રણનીતિ અને વિદેશનીતિમાં આવનારા ધરખમ પરિવર્તનોનું પૂર્વાવલોકન પૂરૃં પાડે છે. ખાસ કરીને મધ્ય પૂર્વના અલ્જીરિયા અને ઈજિપ્ત જેવા દેશોમાં કરાયેલા ફેરફારો સૂચવે છે કે ટ્રમ્પ પ્રશાસન નવા વર્ષમાં એક સંપૂર્ણપણે અલગ રાજદ્વારી અભિગમ સાથે આગળ વધવા માંગે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh