Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ. ૩૨.૫૦ લાખના ખર્ચે નિર્મિત ડોમનું આજે લોકાર્પણ
'છોટીકાશી' જામનગરમાં ૪૯ દિગ્વિજય પ્લોટમાં આવેલ આઈ શ્રી સોનલ માં ના મંદિરે સોનલ બીજ નિમિત્તે ધ્વજારોહણ, શોભાયાત્રા, માતાજીનું રેકોર્ડેડ ઓડીયો પ્રવચન, ભજન કીર્તન, સમૂહ પ્રસાદ, રાસ ગરબા, સંધ્યા આરતી તથા સાંસ્કૃતિક કાર્યક્રમ અને દાતાઓના સન્માન સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા.
પોષ સુદ બીજનાં આઈ શ્રી સોનલ માં જન્મોત્સવ નિમિત્તે ચારણ સમાજ સોનલધામ દ્વારા આઇશ્રી સોનલમાં શૈક્ષણિક એન્ડ સામાજિક ચેરીટેબલ ટ્રસ્ટનાં ઉપક્રમે સંસ્થાનાં પ્રમુખ દેવીદાનભાઇ ગોપાલભાઇ ગઢવી તથા ઉપપ્રમુખ રાણાભાઇ લાખાભાઇ ગઢવી સહિતનાં હોદ્દેદારોની આગેવાનીમાં આઇશ્રી સોનલ બીજ ઉત્સવ સમિતિનાં પ્રમુખ લક્ષ્મણભાઈ પબુભાઇ ગઢવી ઉપપ્રમુખ મોહનભાઈ કરશનભાઇ ગઢવી અને તેમની ટીમ દ્વારા આયોજનો થયા છે.
સવારે ૭:૩૦ કલાકે ધ્વજારોહણ કરવમાં આવ્યું હતું. સવારે ૮ કલાકે નિલકમલ સોસાયટી પાછળ જુંગીવારા વાછરાભા મંદિરેથી શોભાયાત્રા યોજાઇ હતી. સવારે ૧૦ કલાકે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી આઇશ્રી સોનલ માં નું રેકોર્ડેડ ઓડિયો પ્રવચન રજૂ કરવામાં આવ્યુ હતું. સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન સોનલ વંદના કાર્યક્રમ અંતર્ગત કલાકાર અશ્વિનભાઇ ગઢવી દ્વારા સંગીતનાં માધ્યમથી માતાજીની આરાધના કરવામાં આવી હતી. ઉપરાંત ધર્મ સભા અને સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ તથા દાતાઓનું સન્માન કરવામાં આવ્યો હતો. આ તકે ધર્મસભામાં ચારણ મહાત્મા શ્રી પાલુ ભગત (કાળીપાટ) તથા શ્રી સ્વામી દયાલપુરીબાપુ(શ્રી હરગંગેશ્વર મહાદેવ મંદિર-હાથીદરા-પાલનપુર) ની પાવન ઉપસ્થિતિ રહી હતી.બપોરે સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું જેનો હજારો ભક્તોએ લાભ લીધો હતો.
બપોરથી રાત દરમ્યાન રાસ ગરબા, સંધ્યા આરતી, સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
આજના પાવન દિને આઇશ્રી સોનલ માં ના મંદિરે ધારાસભ્ય રીવાબા જાડેજાની ગ્રાન્ટમાંથી ૩૨.૫૦ લાખના ખર્ચે બનેલ ડોમનું લોકાર્પણ પણ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial