Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલ્યાણપુરના પાનેલીમાં વોકળામાં યુવાન પડી ગયાઃ
જામનગર તા. ૨૨: જામજોધપુરના જામવાડી ગામમાં એક વૃદ્ધ ખેડૂત પોતાના ખેતરે કૂવાકાંઠે પાઈપલાઈન રીપેર કરતી વખતે કૂવામાં ખાબકી જતા ડૂબી જવાથી મોતને શરણ થયા છે. જ્યારે કલ્યાણપુરના રાવલ ગામના યુવાન પાનેલી ગામના પાટીયા પાસે વોકળામાં કોઈ રીતે પડી ગયા પછી ડૂબી ગયા છે.
જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં રહેતા જયંતીભાઈ ભગવાનજીભાઈ ખાંટ નામના ૬૨ વર્ષના વૃદ્ધ શનિવારે સવારે જામવાડી ગામમાં આવેલા પોતાના ખેતરે કુવા પાસે કામ કરતા હતા ત્યારે કોઈ રીતે તેઓનો પગ લપસી જતા તેઓ કુવામાં પડી ગયા હતા. આ વૃદ્ધનું ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું છે. તેમના પુત્ર ચિરાગભાઈએ પોલીસને જાણ કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના રમેશભાઈ બાબુભાઈ ચૌહાણ ઉર્ફે લાલાભાઈ કોળી (ઉ.વ.૩૮) નામના યુવાન શુક્રવારે સાંજે છએક વાગ્યે પાનેલી ગામના પાટીયાથી દેવરીયા ગામ તરફ જવાના રસ્તા પર આવેલા એક વોકળા નજીકથી જતા હતા ત્યારે કોઈ રીતે વોકળામાં પડી જતા તેઓનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. કંટારીયા ગામના દિનેશભાઈ રામદેભાઈ કાગડીયાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial