Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કનસુમરાના ટ્રસ્ટમાં ગોલમાલનો આક્ષેપ થયો હતોઃ
જામનગર તા. ૨૨: જામનગરના કનસુમરામાં આવેલા ટ્રસ્ટમાં કરોડોની ગોલમાલના નોંધાયેલા ગુન્હામાં એક આરોપીની ધરપકડ કરાઈ હતી. આ આરોપીએ જામીનમુક્ત થવા હાઈકોર્ટમાં કરેલી અરજી ગ્રાહ્ય રાખવામાં આવી છે.
જામનગર નજીકના કનસુમરા ગામમાં આવેલી અને અવેડીયા તરીકે ઓળખાતી ૨૧ એકર જગ્યા ત્રીસેક વર્ષ પહેલા સંપાદનમાં ગઈ હતી. જે તે વખતે રચાયેલા ટ્રસ્ટના ખાતામાં રૂ.રર કરોડ જમા કરાવાયા હતા અને ગ્રામજનોએ ટ્રસ્ટના હોદ્દેદારોની વરણી કરી હતી.
ત્યારપછી ટ્રસ્ટમાંથી કેટલીક રકમ વાપરી નાખવામાં આવી હોવાની રજૂઆત સાથે ઈરફાન ઈસ્માઈલ ખીરાએ પોલીસમાં અરજી આપી હતી. પોલીસે ટ્રસ્ટી કાસમ દોસમામદ ખીરાની ફરિયાદ પરથી ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી અને અકરમ સલીમ ખીરા, અકરમ ઈસુબ, અલ્તાફ જુસબ, આમદ મામદ, ઈકબાલ હારૂન, ઈસ્માઈલ હાસમ, વલીમામદ દોસમામદ, હુસેન સુલતાન, હનીફ અલારખા ખીરાએ રૂ.૧૭ કરોડથી વધુની રકમ ઓળવી ગયાનો ગુન્હો ખૂલ્યો હતો.
આ ગુન્હામાં પોલીસે સુરેશ ધીરજલાલ પીસાવડીયા ઉર્ફે મીસ્ત્રીની ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીનમુક્ત થવા હાઈકોર્ટમાં અરજી કરતા તેને રૂ.૧ લાખના જામીન પર મુક્ત કરવાનો હુકમ કરાયો છે. આરોપી તરફથી વકીલ કેતન આશર, હસમુખ મોલીયા, કૌશિક ગધેથરીયા, વૈભવ પ્રાગડા, પ્રેમલ રાચ્છ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial