Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉડાન ભરતા જ હવામાં એક એન્જિન બંધ
નવી દિલ્હીઃ તા. ૨૨: એર ઈન્ડિયાના વિમાને ઉડાન ભરતા જ જમણુ એન્જિન બંધ થઈ જતા દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડયું હતુ, અને પ્રવાસીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે, સુરક્ષિત લેન્ડિંગ થતા મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો.
એર ઈન્ડિયાના વિમાનમાં ફરી એકવાર ગંભીર ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સોમવારે સવારે દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પરથી મુંબઈ માટે ઉડાન ભર્યાના થોડા સમય બાદ જ વિમાનનું એક એન્જિન હવામાં બંધ પડી ગયું હતું. જેના પગલે વિમાનનું દિલ્હીમાંજ ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
સદનસીબે વિમાન સુરક્ષીત રીતે લેન્ડ થયું હતું અને તમામ મુસાફરો સુરક્ષિત છે. આ ઘટના એર ઈન્ડિયાની ફલાઈટ એઆઈ ૮૮૭ સાથે બની હતી. જેણે આજે સવારે ૬:૪૦ વાગ્યે દિલ્હીથી મુંબઈ માટે ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાના થોડીવારમાં જ પાઈલટને વિમાનમાં ખામી હોવાનું જણાયુ હતું.
સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું કે વિમાનનું જમણુ એન્જિન હવામાં જ બંધ થઈ ગયું હતુ. આ ગંભીર પરિસ્થિતિને પગલે દિલ્હી એરપોર્ટ પર તાત્કાલિક ફૂલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી અને પ્રોટોકોલ મુજબ તમામ સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
આ અંગે એર ઈન્ડિયાના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને જણાવ્યુ કે ફલાઈટ એઆઈ ૮૮૭માં ટેકનિકલ સમસ્યાને કારણે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ મુજબ તેને દિલ્હી પરત લાવવામાં આવી હતી. વિમાને દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ કર્યું અને તમામ મુસાફરો અને ક્રૂ ને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા છે. ઉલ્લેખનિય છે કે તાજેતરમાં એર ઈન્ડિયાના વિમાનોમાં તકનીકી ખામીની આ કોઈ પહેલી ઘટના નથી. આ જ વર્ષે અમદાવાદમાં લંડન માટે ઉડાન ભરતા જ એક વિમાન ક્રેશ થયું હતું, જેમાં વિમાનમાં સવાર એક મુસાફરને બાદ કરતા અન્ય તમામ લોકોના કરૂણ મોત થયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial