Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્લી-મટકાના આંકડા લતા પાંચ પકડાયાઃ
જામનગર તા.૩૧ : કાલાવડના ભાવાભી ખીજડીયા ગામમાં એક ખેતરમાં નાલ આપી જુગાર રમતા છ શખ્સ ઝડપાયા છે. ખેતરમાલિક સહિત સાત સામે પોલીસે ગુન્હો નોંધયો છે. મોટી ખાવડીમાંથી બે પત્તાપ્રેમી પકડાઈ ગયા છે. વર્લીના પાંચ દરોડામાં પાંચ શખ્સ પોલીસની ગિરફતમાં આવ્યા છે.
કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામમાં ગઈકાલે બપોરે એક ખેતરમાં જુગારની જમાવટ થઈ હોવાની બાતમી મળતા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફે જાડેજા દેવેન્દ્રસિંહ સુખદેવસિંહના ખેતરમાં આવેલા મકાનમાં દરોડો પાડ્યો હતો. ત્યાં દેવેન્દ્ર સિંહને નાલ આપી જુગાર રમાડતા પ્રદીપસિંહ કનકસિંહ જાડેજા, નરેશ શિવાભાઈ બથવાર, શૈલેષ રામજીભાઈ તાળા, હારૂન જમાલ બાનવા, રફીક જુમાભાઈ દલ, રહીમ બોદાભાઈ દલ નામના છ શખ્સ મળી આવ્યા હતા.
પોલીસે પટમાંથી રૂ.૨૫૮૪૦ રોકડા, છ ફોન સહીત રૂ.૫૧૨૪૦નો મુદ્દામાલ કબજે કરી સાતેય સામે જુગારધારાની કલમ ૪, ૫ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી ગામમાં કેટલાક શખ્સો ગંજીપાના વડે જુગાર રમતા હોવાની બાતમી પરથી મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફે શનિવારે સાંજે મોટી ખાવડી ગામમાં પાણીના ટાંકા પાસે દરોડો પાડ્યો હતો.
ત્યાં જાહેરમાં તીનપત્તી રમતા ગજેન્દ્ર પરસોત્તમ પરમાર અને કિશન ભરતભાઈ પરમાર નામના બે શખ્સ ઝડપાઈ ગયા હતા. પોલીસે રોકડ તથા ગંજીપાના કબજે કરી આ બંને શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા હાપા નજીક એક મોટરના શોરૂમ પાસે શનિવારે સાંજે જાહેરમાં ઊભા રહી વર્લીના આંકડા લખી રહેલા અશોક લખમણભાઇ દાટીયા નામના શખ્સને પોલીસે પકડી પાડી તેના કબજામાં રોકડ તથા વરલીનું સાહિત્ય કબજે લીધું છે. જ્યારે જામજોધપુર શહેરમાં ધર્મશાળા પાસેથી શનિવારે બપોરે ભાવેશગીરી પ્રતાપગીરી ગોસ્વામી નામનો શખ્સ પણ વરલીનું બેટિંગ લેતો મળી આવ્યો છે.
જામનગર-રાજકોટ રોડ પર ધુંવાવ પાસે વિજયસિંહ જયેન્દ્રસિંહ જાડેજા નામનો શખ્સ વર્લીનું બેટીંગ લેતો મળી આવ્યો છે. લાલપુર શહેરમાં ગ્રામ પંચાયત કચેરી પાસેથી રવિ ઉર્ફે કાનો દાણીધારીયા પણ વર્લીના આંકડા લખતો ઝડપાઈ ગયો છે.
જામનગરના ખંભાળિયા નાકા નજીક હોટલ પાસેથી ચલણી નોટના નંબર પર એકી બેકી રમતા મહેશ અરજણભાઈ ડોણાસીયા, અબ્દુલકાદીર ઈસ્માઈલ ખફી, સરફરાઝ સલીમ સીપાઈ નામના ત્રણ શખ્સ પકડાઈ ગયા હતા. લાલપુરમાંથી માલદે બેચર ખરા નામનો શખ્સ વર્લી રમતો મળી આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial