Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઈદ-ઉલ-ફિત્રની સદ્ભાવ અને ઉત્સાહ સાથે ઉજવણીઃ મુસ્લિમ બિરાદરોએ અદા કરી નમાઝ

નગરની મસ્જિદો અને મુસ્લિમ વસાહતો રંગબેરંગી રોશનીથી ઝળહળીઃ હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓની મુબારકબાદી

જામનગર શહેરમાં મુસ્લિમ સમુદાયના સૌથી મહત્ત્વના પવિત્ર રમઝાન માસનું સમાપન થતા ઈદ-ઉલ-ફિત્ર (રમઝાન ઈદ) ની સદ્ભાવનાપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. જામનગર શહેર જિલ્લામાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુસ્લિમ સમુદાયે અલ્લાહનો શુક્ર અદા કરવા સવારે નમાઝ અદા કરી હતી. નમાઝ પછી અનેરા ઉત્સાહ સાથે રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી. શહેરની જુમ્મા મસ્જિદ, રતનબાઈ મસ્જિદ, ગોવાળ મસ્જિદ, કમાલશા મસ્જિદ, મતવા મસ્જિદમાં ઈદની નમાઝ અદા કરી એકબીજાને ઈદમુબારક પાઠવ્યા હતાં. સમગ્ર મુસ્લિમ સમુદાયના મહત્ત્વપૂર્ણ ગણાતા રમઝાન મહિનામાં રોઝા, નમાઝ, કુઆર્ન શરીફની તિલાવત કરી અલ્લાહની રહેમતો અને બરકતો સભર ઈદના પવિત્ર દિવસે ઈદગાહ પર નવા વસ્ત્રોમાં સજ્જ મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી. શહેરની મસ્જિદો અને મુસ્લિમ વિસ્તારોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતાં. ઈદગાહ મસ્જિદ પર મૌલાના સુલેમાન બરકાતી ઈદની નમાઝ અદા કરાવી હતી. ઈદગાહ પર હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ધવલ નંદા, વિરોધપક્ષના નેતા, અલ્તાફભાઈ ખફી, દિગુભા જાડેજા, એડવોકેટ આનંદ ગોહિલ, જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ અ.રસીદ લુસવારા (ગુડલક), એડવોકેટ અશરફભાઈ ઘોરી, ઈશાકભાઈ સફીયા, ઈનાયતખાન પઠાણ (પત્રકાર), બસીરભાઈ શેખ (પઠાણ જમાત અગ્રણી), આરીફભાઈ બંદૂકવારા, એડવોકેટ ફારૂકભાઈ રીંગણીયા, મુસ્તાકભાઈ ખફી, આશિષભાઈ સમા, અજીમખાન, હાજી યુસુફભાઈ પણાસરા, આમદભાઈ ખુરેશી, મોહસીનભાઈ ખફી, સામાજિક કાર્યકર સાજીદભાઈ બ્લોચ, હલુમામા ખફી વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. મરહુમ અબ્બાસ બાપુ ચિશ્તીના પુત્ર ફૈઝાનબાપુએ હિન્દુ-મુસ્લિમોને રમઝાન ઈદના ઈદમુબારક પાઠવ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh