Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકા સાથે સીધી વાતચીતનો ઈન્કાર છતાં બેકડોર વાટાઘાટો સંભવ... ઈરાને કહ્યું કે કોઈ પણ હુમલાનો આક્રમક જવાબ અપાશે
તહેરાન/ વોશીંગ્ટન તા. ૩૧: અમેરિકા-ઈરાન ટેન્શન ગમે ત્યારે ભયાનક યુદ્ધમાં ફેરવાય જાય તેવા સંજોગો ઉભા થયા છે. ઈરાને મિસાઈલો 'રેડી ટુ લોન્ચ' મોડમાં મૂકતા ટેન્શન વધ્યું છે. ટ્રમ્પની ધમકી ઈરાન ઘોળીને પી ગયું છે. તેથી યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે.
અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ગમે ત્યારે મોટા યુદ્ધમાં ફેરવાઈ શકે છે. અમેરિકાના હુમલાની ધમકી છતાં, શિયા દેશ ઝૂકવા તૈયાર નથી. દરમિયાન, ઈરાની સેનાએ કોઈપણ અમેરિકન હુમલાનો જવાબ આપવા માટે પોતાની મિસાઈલો તૈનાત કરી દીધી છે.
ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે તે કોઈપણ અમેરિકન દબાણ સામે ઝૂકશે નહીં. અમેરિકન ધમકીઓનો સામનો કરવા માટે, તેહરાને તેની મિસાઇલો લોન્ચ મોડમાં તૈનાત કરી છે. ઈરાની સમાચાર એજન્સીઓએ કહૃાું છે કે ઈરાને તેની મિસાઈલો લોન્ચર પર લોડ કરી છે. આનો અર્થ એ થયો કે મિસાઇલ ફક્ત એક બટન દબાવવાથી લોન્ચ કરી શકાય છે. તહેરાન ટાઈમ્સને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ ઈરાને અમેરિકાના લક્ષ્યોને નિશાન બનાવવા સક્ષમ મિસાઈલો વિકસાવી છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે જો તેહરાન તેમની શરતો પર નવા પરમાણુ કરાર માટે સંમત નહીં થાય તો તેઓ લશ્કરી કાર્યવાહી કરી શકે છે. બીજી તરફ ઈરાને આવી કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે લોન્ચ કરવા માટે તૈયાર મિસાઈલો રાખી છે. આ મિસાઇલોને દેશભરમાં ભૂગર્ભમાં રાખવામાં આવી છે અને આ મિસાઇલો હવાઈ હુમલાનો સામનો કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
ઈરાનની સમાચાર એજન્સી આઈઆરએનએ એ અહેવાલ આપ્યો છે કે ઈરાની સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફે વિરોધીઓને કડક ચેતવણી આપી છે કે ઇસ્લામિક રિપબ્લિક સામે કોઈપણ ખોટી ગણતરી અથવા આક્રમણનો શક્તિશાળી અને કડક જવાબ આપવામાં આવશે. ઇસ્લામિક પ્રજાસત્તાક દિવસ નિમિત્તે એક સંદેશમાં, ચીફ ઓફ સ્ટાફે કહૃાું, ઇસ્લામિક પ્રજાસત્તાક હંમેશાં પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાનું પ્રણેતા રહૃાું છે.
નિવેદનમાં ઈરાનની લશ્કરી શક્તિની ખોટી ગણતરી કરનારા તમામ વિરોધીઓને ચેતવણી આપવામાં આવી છે કે કોઈપણ ધમકી, આક્રમકતા, યુદ્ધની ભાવના અથવા ઇસ્લામિક ઈરાનની પવિત્રતાનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેનો સખત જવાબ, બળ વધારવા અને આક્રમક અભિગમ અપનાવવામાં આવશે. જાન્યુઆરીમાં પોતાના શપથ ગ્રહણ બાદ, ટ્રમ્પ વારંવાર કહી ચૂકયા છે કે જો ઈરાન પરમાણુ કરાર પર હસ્તાક્ષર નહીં કરે તો તેઓ તેના પર બોમ્બમારો કરશે. અહેવાલો સૂચવે છે કે અમેરિકા ઇચ્છે છે કે ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણપણે છોડી દે.
ઈરાનીઓએ હાલની પરિસ્થિતિઓમાં અમેરિકા સાથે વાટાઘાટો કરવાનો ઇનકાર કર્યો છે અને કહૃાું છે કે તેઓ કોઈપણ આક્રમણનો નિર્ણાયક જવાબ આપવા તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ચેતવણી આપી છે કે જો ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ પર કોઈ કરાર નહીં કરે તો તેઓ ઈરાન પર બોમ્બમારો કરવાનું વિચારશે. એનબીસી ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં ટ્રમ્પે કહૃાું, જો તેઓ કોઈ સોદો નહીં કરે, તો બોમ્બમારો થશે. તે એવો બોમ્બમારો હશે જે તેમણે પહેલાં કયારેય જોયો નથી. દરમિયાન, રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી પત્ર મળ્યા બાદ ઈરાને અમેરિકા સાથે સીધી વાતચીત કરવાનો ઇનકાર કરી દીધો છે. રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહૃાું કે દેશ તેના પરમાણુ કાર્યક્રમ અંગે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે સીધી વાટાઘાટો કરશે નહીં. રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ઈરાનના સર્વોચ્ચ નેતાને મોકલવામાં આવેલા પત્ર પર ઈરાનની આ પહેલી પ્રતિક્રિયા હતી.
ઈરાને સીધી વાતચીતનો ઇનકાર કર્યો હોવા છતાં, રાષ્ટ્રપતિએ અમેરિકા સાથે પરોક્ષ વાતચીતની શકયતાને નકારી નથી. તેથી બેકડોર વાટાઘાટોની સંભાવના વધુ પ્રબળ બની છે.
આ મહિનાની શરૂઆતમાં, ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેમણે પરમાણુ કરાર પર વાટાઘાટો શરૂ કરવાના પ્રયાસરૂપે ઈરાનને એક પત્ર લખ્યો છે, એવી આશામાં કે ઈરાન વાટાઘાટો કરવા તૈયાર થશે. પરંતુ ઈરાને સીધી વાતચીતની ના પાડી દેતા તંગદિલી વધી છે. જે બન્ને દેશોને ભયાનક યુદ્ધ તરફ ઢસડી જાય, તેવા સંજોગો ઉભા થયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial