Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાઈક રેલી, શોભાયાત્રા, ભંડારા સહિતના આયોજનમાં સત્તાધીશો-મહાનુભાવો જોડાયા
જામનગરમાં ગઇકાલે સિંધી સમાજનાં ચેરમેન તથા રાજ્ય સરકારનાં પૂર્વ મંત્રી પરમાણંદભાઇ ખટ્ટરનાં નેતૃત્વમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ - ભગવાન શ્રી ઝુલેલાજીની ૧૦૭૫ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારે ૯ કલાકે સાધના કોલોનીમાં આવેલ શ્રી ઝુલેલાલ મંદિરથી જૂના રેલવે સ્ટેશન પાસે આવેલ શ્રી ઝુલેલાલ મંદિર સુધીની બાઈક રેલી યોજાઇ હતી.જામનગર સિંધી સમાજનાં ચેરમેન પરમાણંદભાઇ ખટ્ટર તથા પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી દ્વારા બાઇક રેલીને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સવારે ૧૦ કલાકે સમૂહ યજ્ઞોપવિતનો કાર્યક્રમ યોજાયો હતો. બપોરે ૧૨:૩૦ કલાકે જૂના રેલવે સ્ટેશન પાસે આવેલ શ્રી ઝૂલેલાલ મંદિર સામેનાં પટાંગણમાં ભંડારા પ્રસાદનું આયોજન થયું હતું. જેમાં હજારો ઝૂલેલાલ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. સાંજે ૫ કલાકે નાનકપુરી સિંધી કોલોનીથી જૂના રેલવે સ્ટેશન પાસે શ્રી ઝુલેલાલ મંદિર સુધીની શાહી શોભાયાત્રા યોજાઇ હતી. રાત્રે ૯ કલાકે શ્રી ઝૂલેલાલ મંદિર સામેનાં પટાંગણમાં ભંડારા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે ૧૦ કલાકે કેક સેરેમની પણ ઉજવવામાં આવી હતી. ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી તથા રીવાબા જાડેજા ઝૂલેલાલ જયંતીની ઉજવણીમાં સામેલ થયા હતાં અને જય ઝૂલેલાલ અંકિત કરેલ સિંધી સમાજની પરંપરાગત ટોપી પહેરી જયઘોષ કરતા જોવા મળ્યા હતાં. આ ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન પરસોતમભાઇ કકનાણી, વોર્ડ નં ૧૩ નાં નગરસેવિકા બબિતાબેન મુકેશભાઇ લાલવાણી, વોર્ડ નં ૧૪ નાં નગરસેવિકા લીલાવંતીબેન દિનેશભાઈ ભદ્રા વગેરે પણ ચેટીચાંદ ની ઉજવણીમાં સામેલ થયા હતાં. સમગ્ર આયોજનને સફળ બનાવવા સ્થાનિક સિંધી સમાજનાં ચેરમેન પરમાણંદભાઇ ખટ્ટર, પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી, સેક્રેટરી કિશોરકુમાર સંતાણી, શ્રી ઝૂલેલાલ મંદિરનાં પ્રમુખ ભગવાનદાસ ભોલાણી, સેક્રેટરી કપિલભાઇ ખીમનાણી વગેરે સિંધી અગ્રણીઓ તથા તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial