Advertisement
Author: નોબત સમાચાર

ધ્રાંગડા પાસે રેતીનું કરાતું ગેરકાયદે ખનન પકડાયું

આઠ ટ્રેકટર, બે જેસીબી કબજેઃ

જામનગર તા.૩૧ : ધ્રોલ પાસે ધ્રાંગડા ગામ નજીક તળાવમાં કરાતું રેતીનું ગેરકાયદે ખનન પોલીસે પકડી પાડ્યું છે. સ્થળ પરથી આઠ ટ્રેક્ટર તથા બે જેસીબી કબજે કરવામાં આવ્યા છે.

જામનગર-રાજકોટ રોડ પર આવેલા ધ્રોલ નજીકના ધ્રાંગડા ગામ પાસે તળાવમાં કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે રેતી ખોદી રહ્યા હોવાની બાતમી પરથી પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે પીઆઈ એમ.એન. શેખ, પીએસઆઈ એચ.વી. ગોહિલના વડપણ હેઠળ દરોડો પાડ્યો હતો.

ત્યાંથી આઠ ટ્રેક્ટર તથા બે જેસીબી રેતીનું ખનન કરતા મળી આવ્યા હતા. આ બાબતે  ખાણખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh