Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગુજરાત ગેસ લીકેજ થતા તંત્રની દોડધામ

સંદેશો મળતા જ સાધન-સામગ્રીથી સજ્જ ટૂકડીઓ દોડી... અંતે મોકડ્રીલ જાહેર

ગુજરાત ગેસ લિ.માં લિકેજીંગની ઘટના બની હોવાનો સંદેશો મળતા જ સંબંધિત વિભાગની ટૂકડીઓ તાબડતોબ પહોંચી અને જરૂરી કવાયત કરી હતી. ગુજરાત ગેસ લિ.માં લિકેજીંગ થયું છે તેવો સંદેશો મળતા જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયરબ્રીગેડ, ૧૦૮ એમ્બ્યુલન્સ, પોલીસ, પ્રદૂષણ નિયંત્રણ કચેરી, ફેક્ટરી ઈન્સ્પેક્ટર વગેરેની ટીમો તાબળતોબ પહોંચી હતી અને આગ બુઝાવવાની અને લિકેજીંગ બંધ કરવાની કવાયત કરી હતી. આખરે આ મોકડ્રીલ હોવાનું જાહેર થયું હતું. જામનગર જિલ્લા કલેક્ટર, વહીવટી તંત્ર દ્વારા નેચરલ ગેસ લિકેજીંગ અને આગની દુર્ઘટનાને પહોંચી વળવા અને સંબંધિત તંત્રની સતર્કતા ચકાસવા માટે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જે સફળ રહ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh