Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૌરાષ્ટ્ર-કચ્છના પશુપાલકોમાં આનંદ છવાયોઃ
રાજકોટ તા. ૧: દૂધ ઉત્પાદકોની સંસ્થા માહી ડેરી દર વર્ષે તેના સભાસદ પશુપાલકોને પ્રોત્સાહન રકમની ચૂકવણી કરી રહી છે. ચાલુ વર્ષે પણ માહી ડેરીએ ૪૨.૭૨ કરોડ રૂપિયા જેટલી માતબાર રકમ પ્રોત્સાહનરૂપે ચૂકવતા સૌરાષ્ટ્ર-કચ્છના હજારો પશુપાલકોમાં આનંદ છવાઈ ગયો છે.
ચાલુ વર્ષે માહી ડેરીના નિયામક મંડળે ડેરીમાં દૂધ ભરાવતા સભ્યોને વાર્ષિક પ્રોત્સાહનની રકમ ચૂકવવા પર મંજૂરીની મહોર મારતા ડેરીમાં વાર્ષિક દૂધ આપૂર્તિના માપદંડોનું પાલન કરનારા પશુપાલકોને ઉનાળુ તેમજ વાર્ષિક પ્રોત્સાહન વળતરરૂપે ૪૨.૭૨ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. ડેરીએ ચાલુ વર્ષે સંસ્થાના સભાસદ પશુપાલકોને સમગ્ર વર્ષ દરમિયાન દૂધના સરેરાશ ભાવ પણ વધુ ચૂકવ્યા છે ઉપરાંત વાર્ષિક દૂધ આપૂર્તિના માપદંડોની પૂર્તિને ધ્યાને રાખી દૂધ ઉત્પાદકોને વાર્ષિક ધોરણે પ્રોત્સાહન રકમની પણ ચૂકવણી કરતા સૌરાષ્ટ્ર-કચ્છના હજારો દૂધ ઉત્પાદક સદસ્યોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
સાથે સાથે ઉનાળામાં દૂધ આપૂર્તિને પ્રોત્સાહન મળે તે હેતુથી સંસ્થાના નિયામક મંડળો દ્વારા આગામી વર્ર્ષે ઉનાળાના સમયમાં એટલે કે એપ્રિલ-૨૦૨૫થી જુલાઈ-૨૦૨૫ દરમિયાન ડેરીમાં દૂધ ભરનાર દૂધ ઉત્પાદક સભ્યોને રૂ. ૨.૦૦ સુધીના પ્રોત્સાહનની રકમ અલગથી ચૂકવવાનો નિર્ણય જાહેર કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial