Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ પરિમલભાઈ નથવાણીના સહયોગથી સાત એપ્રિલે સાત રસ્તા પાસે કોલેજ ગ્રાઉન્ડમાં થશે આયોજન
જામનગર તા. ૩૧: આગામી ચૈત્ર સુદ ૯, તા.૬ એપ્રિલને રવિવારના રઘુવંશી સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાકટય મહોત્સવ યાને રામનવમીનો પવિત્ર તહેવાર હોય તેની ઉજવણીના ભાગરૂપે શ્રી રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિ દ્વારા રામનવમી પારણા અંતર્ગત તા.૭-૪-૨૦૨૫ને સોમવારના રોજ જામનગર શહેરના સમસ્ત રઘુવંશી સમાજના સમૂહ જ્ઞાતિ ભોજન યાને નાતનું આયોજન જામનગરમાં કરવામાં આવેલ છે. આ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તા.૬ એપ્રિલને રવિવારના સવારે ૭-૩૦ કલાકે પાંજરાપોળમાં ગૌ માતાનું પૂજન થશે તેમજ ગૌ માતાને ઘાસ તથા લાડુ વિતરણ થશે.
તેમજ તા.૭ એપ્રિલને સોમવારના સાંજે ૪-૦૦ કલાકે સ્વયંસેવક ભાઈઓ-બહેનોને સેવાકાર્યની ફાળવણી કરવામાં આવશે તથા સાંજે ૬-૦૦ થી ૭-૦૦ સારશ્વત બ્રાહ્મણ જ્ઞાતિનું સમુહ ભોજન તેમજ સાંજના ૭-૦૦ થી ૯-૩૦ કલાકે લોહાણા જ્ઞાતિનું સમૂહ ભોજન (નાત) નું આયોજન કરવામાં આવેલ છે. ઉપરોકત તમામ કાર્યક્રમોનું સ્થળ *અયોધ્યાનગરી*, એમ.પી. શાહ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ, સાત રસ્તા પાસે, જામનગરમાં રાખવામાં આવેલ છે.
આ પ્રસંગ પાર પડે તેવા શુભ હેતુ સાથે રાજયસભાના સાંસદ પરિમલભાઈ ધીરજલાલ નથવાણી પરિવારના સહયોગથી આ લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવેલ છે.
ઉપરોકત તમામ કાર્યક્રમો દબાદબાભેર ઉજવવા શ્રી રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિના સ્થાપક સદસ્યો સર્વે જીતુભાઈ લાલ, રમેશભાઈ દતાણી, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોકાણી, અતુલભાઈ પોપટ, ભરતભાઈ કાનાબાર, નિલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતીયા, મધુભાઈ પાબારીના નેજા હેઠળ નવનિયુક્ત રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિના નવયુવાનો માધવ સુખપરિયા, અ૫ૂર્વ કારીયા, જય રાચાણી, પાર્થ નથવાણી, આયુષ પોપટ, કબિર વિઠલાણી, કર્તવ્ય સુચક, સુઝલ ખાખરીયા, આદિત્ય મજીઠીયા, શ્યામ કુંડલીયા, દેવ જોબનપુત્રા, સત્યમ તન્ના, અંક્તિ મહેતાની સાથે બહોળી સંખ્યામાં યુવાન કાર્યકરો દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. આ તમામ કાર્યક્રમોમાં સમસ્ત લોહાણા સમાજને પરિવાર સહિત ઉપસ્થિત રહેવા શ્રી રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે તેમ શ્રી રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિના સ્થાપક સદસ્ય વતિ જીતુભાઈ લાલ અને સમિતિના સદસ્યો વતી માધવ સુખપરિયાની સંયુક્ત યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ટિફિન સેવા વ્યવસ્થા
જ્ઞાતિજનોને ખાસ જણાવવાનું કે લોહાણા જ્ઞાતિના જે અશકત-બીમાર-વયોવૃદ્ધ વડીલો પ્રસાદ લેવા આવી શકે નહી તેમના માટે ટિફિનની વ્યવસ્થા છે. આ માટે અગાઉથી નામ નોંધણી તા. ૧ થી ૫ એપ્રિલ સુધીમાં સાંજે ૫ થી ૭ વાગ્યા દરમ્યાન શ્રી મોદી લોહાણા મહાજનવાડીમાં કરાવીને પાસ મેળવી લેવાના રહેશે.
આ પાસ પર જ્ઞાતિ ભોજનના સ્થળ પરથી ટીફીન આપવામાં આવશે. વ્યવસ્થા જાળવવા માટે સહકાર આપવા વિનંતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial