Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકની માતાએ પોલીસમાં નોંધાવી ફરિયાદઃ આરોપીઓના સગડ દબાવાયાઃ
જામનગર તા.૩૧ : જામનગરના દિગ્જામ સર્કલ નજીક આવેલા સિદ્ધાર્થનગર પાસે રેતીના ઢગલા પરથી શનિવારે રાત્રે એક યુવાનનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. ધસી આવેલી પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી શરૂ કરેલી તપાસ દરમિયાન મૃતકના માતાએ અગાઉની માથાકૂટનો ખાર રાખી પાંચ શખ્સે આ યુવાનને સમાધાન માટે બોલાવ્યા પછી માર મારી મોતને ઘાટ ઉતાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના દિગ્જામ સર્કલ નજીક આવેલા સિદ્ધાર્થ નગરમાં રહેતા અને રિક્ષા ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા કાનજીભાઈ ધનજીભાઈ પરમાર નામના યુવાન શનિવારે રાત્રે દસેક વાગ્યે દિગ્જામ સર્કલ પાસે આવેલા પુલ નીચે રેતીના ઢગલા પાસેથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. તેને નીહાળી કોઈએ પોલીસ તથા ૧૦૮ને જાણ કરી હતી.
દોડી આવેલી સિટી સી ડિવિઝન પોલીસે ડીવાયએસપી જે.એન. ઝાલાને વાકેફ કર્યા પછી તે યુવાનને ચકાસતા કાનજીભાઈ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી મૃતકના પરિવારને વાકેફ કર્યાે હતો. દોડી આવેલા મૃતકના માતા રામીબેન ધનજીભાઈ પરમાર સહિતના વ્યક્તિઓએ હૈયાફાટ રૂદન કર્યું હતું.
પોલીસે આ બનાવ અંગે શરૂ કરેલી તપાસમાં રામીબેને ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના પુત્ર કાનજીભાઈ ઉર્ફે કાનાને થોડા સમય પહેલા હીનાબેન મકવાણા તથા તેના પતિ અને પુત્ર હિતેન અને રાહુલ સાથે માથાકૂટ થઈ હતી. તે પછી શનિવારે રાત્રે ફોન કરીને કાનજીભાઈને મળવા માટે મહાકાળી સર્કલ બોલાવવામાં આવ્યા હતા.
ત્યાં આવેલા આ યુવાન પર હિતેન દેપાળભાઈ મકવાણા ઉર્ફે હીરો, પ્રકાશ પરમાર ઉર્ફે પવો, દિલીપ ઉર્ફે દિનેશ પરમાર, મનીયો દેવશીભાઈ મકવાણા, આશિષ રાજુભાઈ વારસાકીયા નામના પાંચ શખ્સે ઝઘડો કર્યા પછી મોટરસાયકલમાં તેઓને બળજબરીથી બેસાડી દીધા હતા. તે પછી હીનાબેન દેપાળ ભાઈના ઘેર લઈ જઈ કોઈ હથિયારથી માર મારી કાનજી ભાઈને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા.
પોલીસે ઉપરોક્ત ફરિયાદ પરથી બીએનએસની કલમ ૧૮૯ (ર), ૧૯૧ (ર) (૩), ૧૯૦, ૧૪૦ (૧), ૧૦૩ (૧), ૬૧ (ર) (૧), ૧૧૮ (૧) તેમજ જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધી આરોપીના સગડ દબાવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial