Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટસ ફોરમ દ્વારા કરાઈ અગત્યની જાહેરાત

રાજકોટ તા. ૩૧: વધતી જતી હ્ય્દયરોગની બીમારીઓના સમયમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેએવાઈ) ગરીબ લોકો માટે એક વરદાન સાબિત થઈ છે, પરંતુ હવે તેની સેવાઓને લગતી સમસ્યાઓએ ગંભીર સ્થિતિ સર્જી છે. 

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કાર્ડિયોલોજી સેવાઓ માટે નિર્ધારિત દરો એટલા ઓછા છે ( અને તાજેતરમાં ઘટાડવામાં આવ્યા છે) કે તે વાજબી નથી અને હોસ્પિટલો માટે ઉચ્ચ ગુણવત્તાની સારવાર પૂરી પાડવી શક્ય નથી. ગત ૧૦ વર્ષમાં પીસીઆઈ (પર્ક્યુટેનિયસ કોરોનરી ઈન્ટરવેન્શન) માટેનો દર માત્ર ૧.૨% વધ્યો છે, જ્યારે ગુજરાતની ઔસત મોંઘવારી ૬.૫% છે. ગુજરાત ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ્સ ફોરમ, જામનગર ચેપ્ટરે જામનગર જિલ્લા કલેક્ટરને અરજી સુપ્રત કરી હતી, જેમાં પીએમજેએવાઈ હેઠળના કાર્ડિયોલોજી પેકેજોમાં સુધારણા અને વાજબી દરો નિર્ધારિત કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે, સરકારી પક્ષે હજુ સુધી કોઈ સકારાત્મક પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ૨૦ માર્ચ પછી, જામનગર અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં, અરજીપત્રો સીડીએચઓ અને કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યા હતા. પરંતુ કોઈ જવાબ ન મળતાં, અમે ૧ એપ્રિલથી ૭ એપ્રિલ સુધી આયુષ્માન ભારત યોજના હેઠળ કાર્ડિયોલોજી સેવાઓ અસ્થાયી ધોરણે બંધ કરવાનો નિર્ણય લીધો છે.

આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, હાલના દરો એટલા ઓછા છે કે હોસ્પિટલો અને કાર્ડિયોલોજિસ્ટ ગુણવતા સારવાર આપવામાં નિષ્ફળ જાય છે, જેના કારણે તેઓ નુકસાની ભોગવી રહૃાા છે. આ ઉપરાંત, સ્થળ પર (કાર્ડિયો થોરાસિક અને વેસ્ક્યુલર સર્જરી)ની ફરજિયાત હાજરીનો નિયમ પણ વાસ્તવિક નથી અને અવ્યવહારુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh