Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જગતમંદિરમાં દર્શન કરી દેવસ્થાન સમિતિના કાર્યાલયની પણ મુલાકાત લીધીઃ
દ્વારકા તા. ૩૧: આરોગ્ય મંત્રી દ્વારકા જગત મંદિર તથા સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. અને દ્વારકા દેવસ્થાન સમિતિના કાર્યાલયની પણ મુલાકાત લીધી હતી.
છેલ્લા કેટલાક વર્ષોથી દેવભૂમિ દ્વારકા અલગ જિલ્લો બનતા દ્વારકાનો ખૂબ વિકાસ થયો છે. પરંતુ દ્વારકાની આરોગ્ય બાબતે ખૂબ જ પછાત રહૃાું છે. મંત્રીઓ થી લઈને ઉચ્ચ કક્ષાની રજૂઆત કરવા છતાં પણ દ્વારકામાં નાની એવી સારવાર બાબતે પણ દ્વારકાથી ૧૦૦ થી ૧૫૦ કિલોમીટર દૂર ખંભાળિયા અથવા જામનગર જવા દર્દીઓ મજબૂર બને છે.
દ્વારકામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સૌ પ્રથમ દ્વારકાધીશના દર્શને પહોંચ્યા હતા. ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તે પછી દેવસ્થાન સમિતિની ઓફિસની મુલાકાત લઈ દેવસ્થાન સમિતિની વિઝીટ બુકમાં નોંધ પણ કરી હતી.
આરોગ્ય મંત્રીને દ્વારકા સિવિલ હોસ્પિટલના ડોક્ટર ચંદારાણાએ રૂબરૂ રજૂઆતો કરી હતી અને દ્વારકામાં આવેલ હોસ્પિટલની મુલાકાત કરાવી હતી દ્વારકા હોસ્પિટલમાં દર્દીઓની ખૂબ જ કફોડી હાલત હોય છે, કારણ કે દ્વારકામાં સાધન સંપન્ન હોસ્પિટલ હોવા છતાં ખૂબ લાંબા સમયથી અહીં ડોક્ટરોની અછત રહી છે દ્વારકાની સરકારી હોસ્પિટલ અપગ્રેડ તો કરવામાં આવી પરંતુ ડોક્ટરોની અછતથી દર્દીઓ પરેશાન રહે છે.
ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકાની હોસ્પિટલ ૪૨ ગામો પૈકીની એક જ હોસ્પિટલ છે જ્યાં ડોક્ટરોના જણાવ્યા અનુસાર રોજની ૩૦૦ થી વધુ ઓપીડી અને મહિનામાં આશરે ૯૦૦૦ થી ૧૦,૦૦૦ દર્દીઓ આવતા હોય છે ત્યારે હોસ્પિટલને પૂરતો સ્ટાફ ન હોવાથી ગરીબ લોકોને દ્વારકા થી દૂર સારવાર લેવા માટે ધક્કા થતા હોય છે ભારતને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા દ્વારકામાં ખૂબ મોટા પ્રમાણે વિકાસો કાર્યો થઈ રહૃાા છે, પરંતુ આરોગ્ય બાબતે સરકાર ઉણી ઉતરી રહી હોય તેવું દેખાઈ રહૃાું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જણાવ્યું હતું કે આ બાબતે ઉમદા પ્રયાસો કરી તાત્કાલિક અસરથી ડોક્ટરોની નિમણૂક કરવામાં આવશે હવે જોવાનું એ રહૃાું કે ડોક્ટરની ભરતી થશે કે દર વખતની જેમ દ્વારકાની જનતાને લોલીપોપ આપવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial