Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એલસીબીએ તેના વતનમાંથી દબોચ્યોઃ
જામનગર તા. ૧૫: જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં એક મહિના પહેલા અકસ્માત કરીને નાસી છૂટેલા ટ્રેકટર ચાલક આરોપીને પોલીસે તેના વતનમાંથી ઝડપી લીધો છે.
લાલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર કે.એલ.ગળચરની સુચના તથા માર્ગદર્શન મુજબ તેઓની રાહબરી હેઠળ લાલપુર પોલીસ સ્ટેશનના પ્રો.પો. સબ. ઇન્સ. એ.જી. જાડેજા તથા એ.એસ.આઇ. ડી.સી.ગોહિલ તથા પો.કોન્સ વિપુલભાઇ કોટા તથા રવિભાઈ આંબલીયાને મધ્ય પ્રદેશ તપાસમાં રવાના કરવામાં આવ્યા હતા. અને લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તા.૦૭/૨/૨૦૨૫ના નાંદુરી ગામે લાલપુર રોડ ઉપર આ કામેના ફરીયાદી ના ભાઇ ટ્રેકટરમાં બેસેલ હોય તે ટ્રેકટર એકદમ પુર ઝડપે અને બેફીકરાઇ ભરી રીતે હંકારી પલ્ટી મરાવી દેતા ફરીયાદીના ભાઈનુ મૃત્યુ થયું હતું. જેનો આરોપી નાસી છુટયો હતો. નાસી જનાર આરોપીને પકડી પાડવા એલ.સી.બી. શાખા જામનગરના ટેકનીકલ ટીમનો તથા હૃાુમન રીસોર્સનો ઉપયોગ કરીને આરોપી દિવાનભાઈ ભંમરસિંહ અમલીયાર (ઉ.વ.૨૭ રહે. છાપરીગામ અમલીયાર ફળીયા તા.રામા જી.જાબુંઆ, મધ્ય પ્રદેશ)ને તેના વતનમાંથી ઝડપી લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial