Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે ગુજરાતમાં ૧૦૮ એમ્બ્યુલન્સને ૩૪૮૫ ઈમરજન્સી કોલ આવ્યા હતા
અમદાવાદ તા. ૧૫: ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ રાજ્યમાં શુક્રવારે ધૂળેટીના દિવસે ૩૪૮૫ મેડિકલ ઈમરજન્સી કોલ્સ આવ્યા હતા, જેમાંથી માર્ગ અકસ્માતની ઘટનાના સૌથી વધુ ૭૧૫ કોલ્સ નોંધાયા હતા, જ્યારે ૩૬૦ મારામારીના અને ૨૦૯ સામાન્ય ઈજાના નોંધાયા હતા. અમદાવાદમાં સૌથી વધુ માર્ગ અકસ્માતના કેસ નોંધાયા હતાં. જેથી ઘણાં પરિવાર માટે રંગોનો પર્વ બેરંગ બની માતમમાં ફેરવાઈ ગયો હતો.
ગુજરાતભરમાં ધામધૂમથી ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યમાં હોળી-ધૂળેટીના પર્વની પર મારામારી, માર્ગ અકસ્માત સહિતની ઘટનાઓ નોંધાઈ હતી. તહેવારોમાં અકસ્માત સહિતની ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ૨૪ કલાક ૧૦૮ ઈમરજન્સી સેવામાં સજ્જરહી હતી. ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા રાજ્યમાં ધૂળેટીની સાંજે ૬ વાગ્યા સુધીમાં આવેલા કોલને લઈને આંકડાકીય માહિતી જાહેર કરી હતી. તે મુજબ મેડિકલ ઈમરજન્સીના કેસમાં ૩૦ ટકા જેટલો વધારો થયો છે.
ગુજરાત માટે હોળી-ધૂળેટીના બે દિવસમાં માર્ગ અકસ્માતમાં ૧૩ લોકોના મોત નીપજ્યાં હતા. ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ રાજ્યમાં શુક્રવારે ધૂળેટીના દિવસે ૩૪૮૫ મેડિકલ ઈમરજન્સી કોલ્સ આવ્યા હતા. જેમાંથી માર્ગ અકસ્માતની ઘટનાના સૌથી વધુ ૭૧૫ કોલ્સ નોંધાયા હતા. જ્યારે ૩૬૦ મારામારીના અને ૨૦૯ સામાન્ય ઈજાના નોંધાયા હતા.
અકસ્માતના અમદાવાદમાં ૯૫ કેસ, સુરતમાં ૯૩ કેસ, વડોદરામાં ૫૧ કેસ, રાજકોટમાં ૩૪ કેસ, દાહોદમાં ૩૦ કેસ, ખેડામાં ૨૯ કેસ, બનાસકાંઠામાં ૨૪ કેસ, પંચમહાલ-ભરૂચમાં ૨૩-૨૩ કેસ અને વલસાડ, નવસારી અને આણંદમાં ૨૦-૨૦ કેસ ૧૦૮ ઈમરજન્સીમાં આવ્યા હતા. સામાન્ય રીતે રાજ્યમાં સરેરાશ ૩૭૩૫ ઈમરજન્સી કોલ્સ નોંધાતા હોય છે. જ્યારે સામાન્ય દિવસની સરખામણીએ માર્ગ અકસ્માતને લઈને ૧૦૮ ઈમરજન્સીમાં નોંધાયેલા કેસમાં વધારો નોંધાયો છે. જેમાં ૪૫૮ સામાન્ય દિવસના કોલની તુલનાએ એક દિવસમાં ૨૫૭ જેટલાં કોલ વધુ નોંધાયા હતા.
ગુજરાત માટે હોળી-ધૂળેટીનો તહેવાર ગોઝારો બન્યો હોય તેમ બે દિવસમાં માર્ગ અકસ્માતમાં ૧૩ લોકોના મોત નીપજ્યાં હતા. તેથી એક તરફ ગુજરાતીઓ રંગોના પર્વને ધામધુમથી ઉજવી રહૃાાં હતાં, ત્યારે ઘણાં પરિવાર માટે રંગોનો પર્વ બેરંગ બની માતમમાં ફેરવાઈ ગયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial