Advertisement
Author: નોબત સમાચાર

ચા બનાવતી વેળાએ સ્ટવમાંથી ભડકો થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મૃત્યુ

લાલપુરના મેઘનુગામના યુવાનને હૃદયરોગનો હુમલોઃ

જામનગર તા.૧૫ : ધ્રોલના લતીપરમાં એક વૃદ્ધ ચા બનાવતી વેળાએ અચાનક ભડકો થતાં દાઝી ગયા હતા. તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. જ્યારે લાલપુરના મેઘનુગામના યુવાનને ૃહૃદયરોગનો હુમલો ભરખી ગયો છે.

ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં રહેતા ધનજીભાઈ પોપટભાઈ આણદાણી નામના ૬૫ વર્ષના વૃદ્ધ ગઈ તા.૩ની સવારે પોતાના ઘરે હતા ત્યારે છએક વાગ્યે તેઓએ રસોડામાં જઈને ચા બનાવવા માટે પ્રયત્ન કર્યો હતો તેઓએ ગેસનું સિલિન્ડર ચાલુ કરી સ્ટવ સળગાવી લાઇટર પેટાવતા જ અચાનક ભડકો થયો હતો.

તે ભડકાની ઝાળ ધનજીભાઈને અડકી જતાં આ વૃદ્ધ ગંભીર રીતે દાઝી ગયા હતા. સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર ખોડાભાઈએ ધ્રોલ પોલીસને જાણ કરી છે.

લાલપુર તાલુકાના મેઘનું ગામમાં રહેતા દિગ્વિજયસિંહ દેવુભા જાડેજા નામના ૩૦ વર્ષના યુવાન બુધવારે બપોરે એકાદ વાગ્યે લાલપુર તાલુકાના કાનાલુસ ગામની સીમ વિસ્તારમાં આવેલા રિલાયન્સ કંપનીના સોલાર પ્લાન્ટમાં નોકરી પર હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યાં હાજર અન્ય વ્યક્તિએ દિગ્વિજયસિંહ ને સારવાર માટે રિલાયન્સની હોસ્પિટલમાં ખસેડ્યા પછી વધુ સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં આ યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. દેવુભા કાનાજી જાડેજાએ પોલીસને જાણ કરી છે. મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફે અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh