Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેટલાક લોકોએ માત્ર તિલક કર્યું, તો કેટલાક થેલીઓ અને કેન લઈને રંગે રમવા નીકળ્યા હતાં: આનંદ અને ભક્તિનો અનોખો સંગમ
ખંભાળિયા તા. ૧પઃ ખંભાળિયા સહિત દ્વારકા જિલ્લામાં હોળી તથા ધૂળેટી તહેવારની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. હોલિકાદહ્ન પૂજનમાં તથા રંગોના પર્વ ધૂળટીમાં લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતાં.
અનેક સ્થળે હોલીકાદહ્ન
ખંભાળિયા શહેરમાં અનેક સ્થળે હોલિકા દહ્નનો કાર્યક્રમ યોજાયો હતો. રામનાથ સોસાયટીમાં ગરબી ચોક પાસે, તિરૂપતિ સોસાયટી, જુની લોહાણા મહાજન વાડી પાસે, વર્ષો જુની રાવળી હોળી, જે.કે.વી. નગર, નવાપરા, ગુગળી ચકલો, વિજય ચોક, વંડીફળી, લુહારસાર, પાંચહાટડી, દત્તાણીનગર, યોગેશ્વરનગર, બેઠક રોડ, શ્રીજી સોસાયટી, એસ.એન.ડી.ટી. પાસે, ધર્મશાળા સોસાયટી, કુંભારવાડો, બસ સ્ટેશન પાછળની સોસાયટી, પોટગેઈટ, નાગર પાડો સહિતના વિસ્તારોમાં મોટી હોળી પ્રગાટ્ય થયું હતું તથા મોટી સંખ્યામાં લોકો હોળીના દર્શન-પૂજા કરવા પણ જોડાયા હતાં તથા હોલિકાની પ્રદક્ષિણ કરવા પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતાં.
પ્રથમ હોળીના બાળકોના ઉત્સવો યોજાયા
નાના બાળકોની પ્રથમ હોળીમાં અનેક સ્થળે તેમના પરિવારજનો દ્વારા ઢોલ-નગારા તથા ક્યાંક ડી.જે. પાર્ટીને સાથે રાખીને નાના બાળકને તૈયાર કરી હોળી પૂજા કરવાના ઉત્સવો પણ મોટી સંખ્યામાં યોજાયા હતાં.
ખંભાળિયા શહેર તથા જિલ્લામાં ધૂળેટી તહેવાર ખૂબ જ આનંશાંતિપૂર્ણ રીતે ઉજવાયો હતો. આ તહેવાર જુદી જુદી ત્રણ રીતે ઉજવાતો દેખાયો હતો. મોટી ઉંમરના લોકો, પ્રૌઢ લોકો, સ્ત્રી-પુરુષો એકબીજાને માત્ર તિલક કલરનું કરીને સાદાઈથી તિલકહોળી રમતા જણાયા હતાં, તો યુવાનોનો એક વર્ગ માત્ર હળવા કલરને ઊડાડીને આનંદ માણો દેખાયો હતો, તો એક ઉત્સાહી વર્ગના યુવાન-યુવતીઓ બાઈકો પર કલરની થેલીઓ તથા કલરના કેન લઈને નીકળી પડ્યા હતાં તથા પોતાના મિત્રો, સંબંધીઓના ઘેર જઈને રંગોનું આક્રમણ કરતા પણ નજરે પડતા હતાં, તો ટોળી બનાવીને ગ્રુપમાં નીકળીને જ્યા મેળ પડે ત્યાં રંગ ઊડાડવાવાળા અને પોતાના વિસ્તારમાંથી પસાર થતા લોકોને રંગ ઊડાડવા વોચ કેમ્પ ગોઠવાઈ ગયા હતાં, તો કેટલાક નાના ભૂલકા હોળીના રંગોથી એટલા રંગાઈ ગયા હતાં કે તેમને ઓળખવા પણ મુશ્કેલ બને તેવા થઈ ગયા હતાં. સવારથી બપોર સુધી રંગોનો તહેવાર ભારે ઉત્સાહપૂર્વક મનાવાયો હતો. શહેરના મંદિરોમાં પણ ધૂળેટી ઉત્સવ યોજાયા હતાં, તો કેટલાક લોકો પોતાની ગાય તથા શેરીના કૂતરાને પણ ધૂળેટીનો રંગ ઊડાડતા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial