Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટર, રોકડ, મોબાઈલ મળી રૂા.૮ લાખનો મુદ્દામાલઃ
જામનગર તા.૧૫ : કાલાવડના આણંદપર ગામમાં જુગાર રમતા સાત શખ્સને હોળીની રાત્રે પોલીસે પકડી પાડ્યા હતા. પટમાંથી રોકડ રકમ, સાત મોબાઈલ અને મોટર સહિત રૂા.૮ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરાયો છે.
કાલાવડ તાલુકાના આણંદપર ગામની કાગદડી સીમમાં ગુરૂવારની રાત્રે કેટલાક શખ્સો જાહેરમાં એકઠા થઈ જુગાર રમતા હોવાની બાતમી પરથી કાલાવડ ગ્રામ્ય પોલીસ ના સ્ટાફે દરોડો પાડ્યો હતો.
તે સ્થળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા અશોક રત્નાભાઇ પાંભર, દેવરાજ અરજણભાઈ સાંઘાણી, દ્વારકેશ મગનભાઈ રામાણી, વિપુલ ગોરધનભાઈ મારકણા, રામજીભાઈ ઘુસાભાઇ પાંભર, રાજેશ મોહનભાઈ જેસડિયા, વિક્રમભાઈ રઘુભાઈ દુધાત્રા નામના સાત શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂા.૪૨,૨૪૦ રોકડા, સાત મોબાઈલ અને બે મોટર મળી કુલ રૂા.૮,૪૧,૭૪૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial