Advertisement
Author: નોબત સમાચાર

કચ્છથી કન્યાકુમારીની ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોનનું જોડિયામાં કરાયું ભવ્ય સ્વાગત

સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સના પ૬ માં સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત

જોડિયા તા. ૧૫: સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ સીઆઈએસએફની ઐતિહાસિક રાષ્ટ્રવ્યાપી સાયકલ રેલીનું જોડિયામાં ભવ્ય સ્વાગત કરાયું હતું.

સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ તેના ૫૬ માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગ રૂપે પ્રથમ "ગ્રેટ ઇન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન" શરૂ કરેલ છે. કચ્છના લખપતથી કન્યાકુમારીની સફરમાં ૨૫ દિવસોમાં ૬,૫૫૩ કિ.મી.ની કઠોર યાત્રા પર ૧૪ મહિલાઓ સહિત કુલ ૧૨૫ સમર્પિત સીઆઈએસએફ સાયકલ સવારો નીકળ્યા છે.

સુરક્ષિત કિનારા, સમૃદ્ધ ભારતની પ્રેરણાદાયી થીમ હેઠળ, આ પહેલનો હેતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં રાષ્ટ્રીય સુરક્ષા વિશે જાગૃતિ લાવવાનો છે, જેમાં ડ્રગ્સ, શસ્ત્રો અને વિસ્ફોટકો સહિત દાણચોરી દ્વારા ઉભા થતા જોખમોને પ્રકાશિત કરવામાં આવી રહ્યાં છે.

જોડિયામાં સીઆઈએફના જવાનો આ કાર્યક્રમ અંતર્ગત સાઇકલ યાત્રા લખપતથી દરિયાઈ માર્ગે જોડિયા ગામે આવતા, એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત કાર્યક્રમમાં જોડિયાની સેવાભાવી સંસ્થા શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગશાળા સંચાલિત શ્રીમતી યુ. પી. વી. કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ એક સંસ્કૃતિ કાર્યક્રમ રજૂ કર્યો હતો.

આ કાર્યક્રમમાં ત્રણ કૃતિ વંદે માતરમ, ગુજરાતી ગીત અને ગુજરાતી રાસ તૈયાર કરી દીકરીઓ દ્વારા રજુ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જામનગરના અગ્રણીઓ, જોડિયા ગામના અગ્રણીઓ  અને સીએફના અધિકારીશ્રીઓ અને રાજકોટ એરપોર્ટના અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને સુંદર રીતે રજૂ કરનાર વિદ્યાર્થિનીઓનું અને હુન્નરશાળાનું સીઆઈએસએફ દ્વારા સન્માનપત્ર અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. આ કૃતિઓ શાળાના આચાર્યા ક્રિષ્નાબા ચુડાસમાના માર્ગદર્શન હેઠળ શાળાના વ્યાયામ શિક્ષિકા મમતાબેન જોશીએ તૈયાર કરાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh