Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી અને તેમના સાથીદાર ૯ મહિનાથી અંતરિક્ષમાં અટવાયા છે
ફલોરિકા તા. ૧૫: સુનિતા વિલિયમ્સની પૃથ્વી પર પાછાં ફરવાની આશા જીવંત ફરી બની છે. તેઓને લેવા મસ્કના રોકેટે ઉડાન ભરતા ૧૯ માર્ચે અવકાશથી પરત આવશેઃ ૯ મહિનાથી સ્પેસમાં અટવાયેલાં બન્ને એસ્ટ્રોનોટ્સની વાપસી થઈ રહી છે.
ભારતીય મૂળનાં અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ચાર દિવસ પછી, એટલે કે ૧૯ માર્ચે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (આઈએસએસ)થી પૃથ્વી પર પાછા ફરશે. લાંબા સમય પછી ઈલોન મસ્કની અવકાશ એજન્સી સ્પેસએક્સના રોકેટ ફોલ્કન ૯ને ૧૪ માર્ચ, શુક્રવારે ભારતીય સમય મુજબ સાંજે ૪:૩૦ વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું.
યુએસ સ્પેસ એજન્સી નાસાએ એને ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કર્યું હતું. આમાં ક્રૂ ડ્રેગન કેપ્સ્યૂલ સાથે જોડાયેલા ચાર સભ્યોની ટીમ આઈએસએસ માટે રવાના થઈ. આ મિશનને ક્રૂ-૧૦ નામ આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનિય છે કે, સુનિતા અને તેના સાથી બુચ વિલ્મોર નવ મહિનાથી આઈએસએસ પર ફસાયેલાં છે. તેમના અવકશયાનમાં ટેક્નિકલ ખામી હતી, જેના કારણે તેમનું સમયસર પરત ફરવું શક્ય નહોતું.
નવા ક્રૂમાં નાસાના એન મેકક્લેન અને નિકોલ આયર્સ, જાપાની અવકાશ એજન્સી જક્ષાના ટાકુયા ઓનિશી અને રશિયન અવકાશ એજન્સી રોસકોસ્મોસના અવકાશયાત્રી કિરિલ પેસ્કોવનો સમાવેશ થાય છે. આ ચાર અવકાશયાત્રી આઈએસએસ પહોંચશે અને સુનિતા વિલિયમ્સ, બચ વિલ્મોર અને ક્રૂ-૯ના બે અન્ય સભ્યોનું સ્થાન લેશે.
ક્રૂ-૧૦નું અવકાશયાન ૧૫ માર્ચે આઈએસએસ પર ડોક કરશે, જ્યાં થોડા દિવસોની ગોઠવણો પછી તેઓ ફરીથી કામગીરી શરૂ કરશે. આ પછી ક્રૂ-૯ મિશન ૧૯ માર્ચ પછી ગમે ત્યારે પરત ફરશે.
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં મુસાફરી કરી હતી. આ મિશન ફક્ત ૮ દિવસનું હતું, પરંતુ ટેક્નિકલ ખામીઓને કારણે તેને ૯ મહિના સુધી અવકાશમાં રહેવું પડ્યું. જોકે સ્ટારલાઇનર અવકાશયાન પાછળથી ખાલી પરત ફર્યું, આમાં કોઈ મોટી વધારાની સમસ્યાઓ નહોતી.
સ્પેસએક્સને પાછું લાવવાની જવાબદારી મસ્કની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પેસએક્સના સીઈઓ ઈલોન મસ્કને અવકાશમાં ફસાયેલાં સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદાર બચ વિલ્મોરને પાછાં લાવવાનું કામ સોંપ્યું છે. ટ્રમ્પે જાન્યુઆરીમાં સોશિયલ મીડિયા પર લખ્યું હતું: મેં મસ્કને તે બે 'બહાદુર અવકાશયાત્રીઓ'ને પાછા લાવવા કહૃાું છે. આને બાઈડન વહીવટીતંત્ર દ્વારા અવકાશમાં છોડવામાં આવ્યા છે. તેઓ ઘણાં મહિનાઓથી અવકાશ મથક પર રાહ જોઈ રહૃાાં છે.
સુનિતા અને બુચ વિલ્મોર બોઇંગ અને નાસાના સંયુક્ત 'ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન' પર ગયાં હતાં. આમાં સુનિતા અવકાશયાનની પાઇલટ હતી. તેમની સાથે આવેલા બચ વિલ્મોર આ મિશનના કમાન્ડર હતા. તે બંને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (આઈએસએસ)માં ૮ દિવસ રહૃાાં પછી પૃથ્વી પર પાછા ફરવાનાં હતાં.
લોન્ચ સમયે બોઇંગ ડિફેન્સ, સ્પેસ એન્ડ સિક્યોરિટીના પ્રમુખ અને સીઇઓ ટેડ કોલ્બર્ટે તેને અવકાશ સંશોધનના નવા યુગની શાનદાર શરૂઆત ગણાવી. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ અવકાશયાનની અવકાશયાત્રીઓને અવકાશ મથક સુધી લઈ જવા અને ત્યાંથી પાછા ફરવાની ક્ષમતા સાબિત કરવાનો હતો.
અવકાશયાત્રીઓએ અવકાશ મથક પરના તેમના ૮ દિવસ દરમિયાન સંશોધન અને અનેક પ્રયોગો પણ કરવા પડ્યા. સુનિતા અને વિલ્મોર એટલાસ-ફ રોકેટ દ્વારા અવકાશયાત્રા પર મોકલવામાં આવેલાં પ્રથમ અવકાશયાત્રીઓ છે. આ મિશન દરમિયાન તેમણે અવકાશયાન જાતે પણ ઉડાડવું પડ્યું. ફ્લાઇટ ટેસ્ટ સંબંધિત ઘણાં ઉદ્દેશો પણ પૂર્ણ કરવાના હતા.
સ્ટારલાઇનર અવકાશયાનને લોન્ચ થયા પછી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. આના કારણે ૫ જૂન પહેલાં પણ ઘણી વખત લોન્ચ નિષ્ફળ ગયા હતા. લોન્ચ થયા પછી પણ અવકાશયાનમાં સમસ્યાઓના અહેવાલો હતા.
નાસાએ જણાવ્યું હતું કે અવકાશયાનના સર્વિસ મોડ્યૂલના થ્રસ્ટરમાં એક નાનો હીલિયમ લીક થયો હતો. અવકાશયાનમાં ઘણાંં થ્રસ્ટર્સ હોય છે. એની મદદથી અવકાશયાન પોતાનો માર્ગ અને ગતિ બદલે છે. હીલિયમ ગેસની હાજરીને કારણે રોકેટ પર દબાણ સર્જાય છે. એની રચના મજબૂત રહે છે, જે રોકેટને એની ઉડાનમાં મદદ કરે છે.
લોન્ચ થયાના ૨૫ દિવસમાં અવકાશયાનના કેપ્સ્યૂલમાં ૫ વખત હીલિયમ લીક થયું હતું. ૫ થ્રસ્ટર્સે કામ કરવાનું બંધ કરી દીધું હતું. વધુમાં, પ્રોપેલન્ટ વાલ્વ સંપૂર્ણપણે બંધ કરી શકાતો નથી. અવકાશમાં રહેલા ક્રૂ અને અમેરિકાના હૃાુસ્ટનમાં મિશન મેનેજર પણ સાથે મળીને એને ઠીક કરવામાં અસમર્થ હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial