Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાઠી દેવરીયા ગામ પાસે રિક્ષા પાછળ બોલેરો ટકરાતા એક પ્રૌઢનું મૃત્યુઃ એકને ઈજાઃ
જામનગર તા.૧૫ : ખંભાળિયાના એક મહિલા ગઈકાલે પોતાના પાંચ સંબંધી સાથે ત્રણ બાઈકમાં દ્વારકા દર્શન કરવા જતા હતા ત્યારે માર્ગમાં બાઈક પરથી પડી જતાં માથામાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ પામ્યા છે. જ્યારે ગુરૂવારે રાત્રે એક રિક્ષા પાછળ કાઠી દેવરીયા ગામના પાટીયા પાસે બોલેરો પીકઅપ વાન ટકરાઈ પડતા રિક્ષા રોડની સાઈડમાં ઉભેલા ટેન્કરના ઠાઠામાં ઘૂસી ગઈ હતી. રીક્ષામાં જઈ રહેલા એક પ્રૌઢનું મૃત્યુ થયું છે. ગુરૂવારે સાંજે લલીયા-તથીયા ગામ વચ્ચે બે બાઈક ટકરાઈ પડતા નવા તથીયાના પ્રૌઢને ફ્રેક્ચર થઈ ગયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના પ્રાચીન અને પ્રસિદ્ધ કલ્યાણરાયજી મંદિરના પૂજારી શૈલેષભાઈ બલભદ્ર સેવકના પત્ની જયશ્રીબેન (ઉ.વ.૬૨) ધૂળેટીના દિવસે દ્વારકા દર્શને જતાં હતા ત્યારે બાઈક પરથી પડી જતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવના પગલે સારસ્વત બ્રહ્મ સમાજમાં શોક છવાયો છે.
ધૂળેટીના દિવસે સવારે જયશ્રીબેન કલ્યાણરાયજીની સેવાપૂજા કરવા તેમજ ધૂળેટી તહેવાર મનાવવા પરિવારજનો, સંબંધીઓ સાથે બાઈકમાં છ વ્યક્તિ સાથે દ્વારકા દર્શન કરવા જતા હતા ત્યારે ભાટીયા-દ્વારકા વચ્ચે બાઈક પરથી જયશ્રીબેન પડી ગયા હતા. તેઓને તાકીદે સારવાર માટે ખંભાળિયા પહોંચાડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયાનું જાહેર થયું હતું.
અત્યંત ધાર્મિક સ્વભાવના જયશ્રીબેન દ્વારકાધીશની જેમ કલ્યાણરાયજીની વિશિષ્ટ પૂજા કરવા ઉપરાંત વિવિધ ઉત્સવોમાં શ્રૃંગાર તથા દર્શનનું વિશિષ્ટ આયોજન કરતા હતા. ગઈકાલે ફૂલડોલ ઉત્સવના દર્શનની ઈચ્છાથી દ્વારકા જવા અન્ય વ્યક્તિઓ સાથે નીકળ્યા હતા ત્યારે માર્ગમાં બાઈક પરથી ચક્કર આવતા કે અન્ય કોઈ કારણથી પડી જતા મૃત્યુ પામ્યા છે.
જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલા મારૂ કંસારા સમાજ પાછળ નવા નગરમાં રહેતા મુકેશ કાનાભાઈ કેસરીયાના કાકા રામભાઈ તથા દિલીપભાઈ સહિતના વ્યક્તિ ગુરૂવારે સાંજે રિક્ષામાં ખંભાળિયા તાલુકાના કાઠી દેવરીયા ગામ પાસેથી જતા હતા ત્યારે જીજે-૩૬-વી ૫૫૨૦ નંબરની બોલેરો ધસી આવી હતી. તેના ચાલકે પાછળ થી રિક્ષાને ઠોકર મારતા રિક્ષા રોડની સાઈડમાં ઉભેલા જીજે-૧૨-એટી ૯૦૯૩ નંબરના ટેન્કરમાં ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં રામભાઈનું માથામાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ભત્રીજા દિલીપભાઈને પગમાં ફ્રેક્ચર અને માથામાં ઈજા થઈ છે. અકસ્માત સર્જી નાસી છૂટેલા બોલેરો ચાલક સામે મુકેશભાઈએ ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ખંભાળિયા તાલુકાના નવા તથીયા ગામના કરશનભાઈ ભીખાભાઈ પીંડારીયા ગુરૂવારે સાંજે લલીયાથી તથીયા જતા હતા ત્યારે તેમના બાઈક સાથે એક અજાણ્યું બાઈક ટકરાઈ પડતા કરશનભાઈને જડબામાં ફ્રેક્ચર થઈ ગયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial