Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતના સમસ્ત ડાંગર પરિવાર દ્વારા
ધ્રોળ તા. ૧પઃ પાટણના સાંતલપુરના પીપરાળા ગામે સમગ્ર ગુજરાતના સમસ્ત ડાંગર પરિવારના સુરાપુરા ડાડા ડગા ચચા દાદાનું મંદિર આવેલ છે. જ્યાં દર વર્ષે ધાર્મિકોત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે ડગાચચાની તિથિ નિમિત્તે તા. ૧૯-૩-ર૦રપ ના સમસ્ત ડાંગર પરિવારજનો દ્વારા ધાર્મિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૧૯/૩ ના સવારે ૮ વાગ્યે હવન થશે. બપોરે ૧૧ વાગ્યે મહાપ્રસાદ થશે. સાંજે મહાઆરતી થશે, રાત્રે લોકગીત અને રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાબુભાઈ આહિર, માલદેભાઈ આહિર, ઘનશ્યામભાઈ ગુલા, ચંદ્રિકાબેન આહિર, જ્યોતિકાબેન, શાંતિબેન આહિર વગેરેના લોકગીતો સાથે રાસ ઉત્સવ થશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, પાટણ જિલ્લાના સાંતલપુરના પીપરાળામાં શ્રી ડગાચચા ડાડા વિકાસ ટ્રસ્ટ દ્વારા મંદિર નિર્માણનું કાર્ય હાલમાં પૂર્ણતાના આરે હોય, ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને ટ્રસ્ટ દ્વારા હાલમાં ૬ એકર જમીન ખરીદી કરીને ભોજનાલય તથા ઉતારા સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે, ત્યારે સમસ્ત ડાંગર પરિવારજનોએ આ ધાર્મિક મેળામાં ઉપસ્થિત રહેવા માટે ટ્રસ્ટી તુલસીભાઈ ડાંગર, અને રાજુભાઈ ડાંગરે (રાજકોટ) વધુમાં વધુ લોકો આ ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપે તેવી અપીલ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial