Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંદાજપત્ર સહિતના ૩૮ મહત્ત્વના ઠરાવો પસાર થયાઃ
ખંભાળિયા તા. ૧પઃ ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય સભા તા. ૧૩-૩-ર૦રપ ના ખંભાળિયા પાલિકા હોલ પાસે યોજાઈ હતી. પાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણીની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં ર૦રપ-ર૬ ના અંદાજપત્ર સહિત ૩૦ ઠરાવો મંજુર થયા હતાં.
ગત્ કારોબારીની બે બેઠકો થા ગત્ સામાન્ય સભાની બહાલી, વન નેશન વન પેન્શનનો ઠરાવ, ખંભાળિયા પાલિકાને 'ક'માંથી 'અ' વર્ગનો દરજ્જો આપવા બદલ રાજ્યના મુખ્યમંત્રી, ખંભાળિયાના ધારાસભ્ય તથા રાજ્યના કેબીનેટ મંત્રી મૂળુભાઈ બેરા તથા સાંસદ પૂનમબેનનો આભાર માનવા, ર૦રપ-ર૬ નું અંદાજપત્ર રજૂ કરવા, પાલિકાના બાકી વીજબીલની રકમ ભરવા, પાલિકાના નિવૃત્ત કર્મીઓના હક્ક-હિસ્સાઓ ચૂકવવા, સફાઈ કર્મીને રહેમરાહે નિયુક્ત કરવા, રોજમદાર કર્મીઓ અંગે શ્રમ આયુક્તના ચૂકાદા અંગે કાર્યવાહી કરવા, ગેરકાયદે મિલકતોના ઘરવેરાનો વહીવટી ચાર્જ લેવા, પાલિકા 'અ' વર્ગની બનતા નવું નગર સેવા સદન બનાવવા, પાલિકાના સદસ્યોની આવેલ રજૂઆતો અંગે યોગ્ય કરવા, ભાડાપટ્ટાની જગ્યાઓનું ભાડું વધારવા, વ્યવસાય વેરાની રકમ પર વ્યાજ માફ કરવા, ખાનગી માલિકીની જગ્યામાં વૃક્ષોની ડાળી કાપવા ચાર્જ લેવા, ગેરકાયદે નળ રેગ્લુલાઈઝનો ચાર્જ લેવા, યુઝર ચાર્જ વોટરવર્કસમાં વધારો કરવા, નવું મીની ફાયર ફાયટર ખરીદવા, મહાપ્રમુજી બેઠક પાસે સતસંગ હોલ બનાવવા, પાલિકાના ટેન્ડરો સ્ટાન્ડર્ડ વીડ ડોક્યુમેન્ટ મુજબ કરવા તથા એક આસામીના ભાડાપટ્ટાની જમીનના પૈસા ભરવાનો ઠરાવ મંજુર થયો હતો.
૧૯.પ૬ કરોડની પૂરાંતવાળુ અંદાજપત્ર
ખંભાળિયાપાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણી દ્વારા ર૦રપ-ર૬ ના અંદાજપત્ર રેકોર્ડરપ ૧૯.પ૬ કરોડની પૂરાંતવાળું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં જાહેર બાંધકામના ૪૦.૩૪ કરોડ, જનરલ એડમીનીસ્ટ્રેશનના ર.પર કરોડ પબ્લિક હેલ્પ અને સેનીટેશનના ૧૧.૧૩ કરોડ, વોટરવર્કસના ૧ટ.૪૧ કરોડ, પેન્શન ગ્રેચ્યુટીના ર.રપ કરોડના અંદાજીત ખર્ચ મળીને કુલ ૭૯.૮૬ કરોડના અંદાજીત ખર્ચ સામે પરચુરણ ઉના ૩.૬૭ કરોડ, ગ્રાન્ટોના પ૬.૩૧ કરોડ, કર ભાડાના પ.ર૮ કરોડ, ડિપોઝિટા ર.રપ કરોડ, ઓક્ટ્રોય વળતર ગ્રાન્ટ ૬.પ૦ કરોડ મળી કુલ ૭૭ કરોડની ઉપજ તથા રર.૪ર કરોડની ર૦ર૪-રપ ની ઉઘડતી સીલક મળીને કુલ રૂા. ૯૯.૪૩ કરોડની આવક સામે ૭૯.૮૬ લાખની અંદાજીત જાવક ખર્ચ મળીને ૧૯.પ૬ કરોડની પૂરાંતગાળું અંદાજપત્ર મંજુર કરાયું હતું જે રેકોર્ડરૂપ ગણાય છે.
આ સામાન્ય સભાનું સંચાલન દેવેન્દ્રભાઈ વારિયાએ કર્યું હતું. અંદાજપત્ર એકાઉન્ટન્ટ ધવલભાઈ ગોસ્વામીએ તૈયાર કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial