Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદજીના સાંનિધ્યમાં
દ્વારકા તા. ૧૫: જગદગુરૂ શંકરાચાર્યજીની હાજરીમાં આદિવાસી અને વનવાસી સમુદાયના ૬૮ પરિવારોના ૨૦૦ લોકો તેમના મૂળ ધર્મમાં પાછા ફર્યા.
પરમ પૂજ્ય પશ્ચિમામનાય દ્વારકાધીશ શારદાપીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના પાવન સાંનિધ્યમાં આયોજિત ૫૬મી નિઃશુલ્ક ચિકિત્સા શિબિરમાં સ્વધર્માનયન અભિયાન અંતર્ગત પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના દૂર આદિવાસી ક્ષેત્રોમાં રહેવાવાળા આદિવાસી જનજાતિ સમુદાયના ૬૮ પરિવારના ૨૦૦ લોકોએ સ્વધર્મમાં વાપસી કરી હતી.
આ આદિવાસી લોકોએ અમુક સંજોગોમાં ભૂલથી ભટકી જઈને ધર્માંતરણના કુચક્રમાં ફસાયને સનાતન ધર્મનો ત્યાગ કરી દીધો હતો. તે લોકોએ આજ પૂજ્યપાદ જગતગુરુ શંકરાચાર્યજી મહારાજના હાથોથી ગંગાજલનું પાન કરી તેમજ શ્રી રામ નામનું વાચન કરીને પુનઃ સનાતન ધર્મમાં ઘર વાપસી કરી છે આ પ્રસંગે પૂજ્ય શંકરાચાર્યજી મહારાજે સનાતન ધર્મનું મહત્વ અને તેને ઉજાગર કરતા કહૃાું હતું કે સ્વ ધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહઃ
ઉલ્લેખનિય છે કે, પૂજ્યપાદ શંકરાચાર્યજીએ આ જિલ્લાના ઘણાં આદિવાસી ગામોમાં સ્વધર્માનયન અભિયાન અંતર્ગત ધર્મ સંચાર સભાઓને સંબોધી જેમાં આદિવાસી જનજાતિ સમુદાયમાં સનાતન ધર્મને લઈને જાગૃતિ થઈ છે અને લોકો ધર્માંતરણના કુચક્રને સમજીને પોતાની જ મતી બુદ્ધિથી પોતાના સ્વધર્મ તરફ વાળી રહૃાા છે કાર્યક્રમમાં વિશ્વ કલ્યાણ આશ્રમના નવનિયુક્ત પ્રભારી બ્રહ્મચારી વિશ્વાનંદજી, આધ્યાત્મિક ઉત્થાન મંડળના બધા જ સદસ્ય એવમ ઇન્દ્રજીત માલિક, શિવપ્રસાદ સિંહદેવ, રોબી લકડાએ ખૂબ જ પરિશ્રમથી વિશ્વકલ્યાણ આશ્રમ, ગામ-પરાલીપોસ, પરાખંડ- ગોઈલકેરા, પશ્ચિમ સિંહભૂમ, ઝારખંડમાં આયોજનને સફળ કરાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial