Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૬ મી ફેબ્રુઆરીએ મતદાનઃ તા. ૧૮ મી ફેબ્રુઆરીએ મતગણતરી
જામનગર તા. ૧૪: જામનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા એક તાલુકા પંચાયતની બેઠકની પેટા ચૂંટણી સંદર્ભમાં જિલ્લા વહીવટીતંત્ર તથા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા તમામ જરૂરી બંદોબસ્ત વ્યવસ્થા સાથે તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું જિલ્લા કલેક્ટર કેતનભાઈ ઠક્કર તથા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
જામનગર જિલ્લામાં ધ્રોળ નગરપાલિકાની ૩ વોર્ડની ર૮ બેઠકો માટે રર,૩૪૩ મતદારો, કાલાવડ ન.પા.ની ૭ વોર્ડની ર૮ બેઠકો માટે ર૩,પ૪૩ તથા જામજોધપુર ન.પા. વોર્ડની ર૮ બેઠકો માટે ર૧,૦૭૭ મતદારો નોંધાયેલા છે. જેમના મતદાન માટે તા.૧૬ના ધ્રોળમાં ર૧, કાલાવડમાં ર૭ અને જામજોધપુરમાં ર૬ મતદાન મથકોમાં મતદાન કરી શકાશે.
જામવંથલી (જામનગર તાલુકા પંચાયત) ની ક બેઠક માટેની પેટા ચૂંટણી માટે ૬૯પર મતદારો નોંધાયેલા છે. જેમના માટે ૯ મતદાન મથકોની વ્યવસ્થા છે.
કાલાવડ ન.પા.ના વોર્ડ નં. ર ની એક બેઠક પર ભાજપના કાવ્યા મોહિતભાઈ મહેતા બિનહરિફ ચૂંટાયેલા છે. જ્યારે જોડિયા તાલુકા પંચાયતની બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના અકબરભાઈ નોત્યાર બિનહરિફ જાહેર થયા છે. ધ્રોળ ન.પા.ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનું અવસાન થયા અંગે રાજ્ય ચૂંટણી પંચના આદેશનુસાર તે વોર્ડનું મતદાન રદ્ થવા અંગે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે. મતદાનનો સમય સવારે ૭ થી સાંજે ૬ સુધીનો રહેશે.
તા. ૧૮ ફેબ્રુઆરીએ કાલાવડમાં મ્યુનિ. હાઈસ્કૂલમાં, ધ્રોળમાં પ્રાંત અધિકારીની કચેરીમાં, જામજોધપુરમાં એવીડીએસ કોલેજમાં જ્યારે તા. ૫ની બેઠકની મતગણતરી જામનગરમાં સેવા સદનમાં સવારે ૯ વાગ્યાથી હાથ ધરાશે.
અત્યાર સુધીમાં પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલીંગ, ફ્લેગ માર્ચ, અટકાયત જેવા પગલાં લેવામાં આવ્યા છે, જેમાં હથિયારોને જપ્ત લેવા, ૯ હદપારી, ૭ પાસા સહિત એક હજારની અટકાયતની કાર્યવાહી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial