Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા તા. ૧૯ ફેબ્રુઆરીના દિને યોજાશે

બજેટના કર-દર વધારા સામે થશે ચર્ચાઃ

જામનગર તા. ૧૪: જામનગર મહાનગર પાલિકાની બજેટ અન્વયેની સામાન્ય સભા આગામી તા. ૧૯ ના યોજવામાં આવી છે. જેમાં બજેટના કર-દર વધારા સામે વિપક્ષ દ્વારા ચર્ચા થશે તેમ જાણવા મળ્યું છે.

જામનગર મહાનગર પાલિકાના કમિશનર દ્વારા ગત્ તા. ૩૦-૧-ર૦રપ ના વર્ષ ર૦રપ-ર૬ નું રૂપિયા ૧૪૯૩ કરોડના ખર્ચવાળુ અંદાજપત્ર સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં રૂ. ૧૧ કરોડ ૮૪ લાખની કર-દરવધારાની દરખાસ્તો સૂચવવામાં આવી હતી.

આ પછી ગત્ તા. ૧૦-ર-ર૦રપ ના સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં કાપ દરખાસ્ત કરવામાં આવી હતી. ખાસ કરીને વ્હીકલ ટેક્સ, સ્ટ્રીટ લાઈટ યુજર્સ અને અન્ય અમુક કર-દરની વધારાની દરખાસ્ત નામંજુર કરવામાં આવી હતી.

જ્યારે વોટર ચાર્જ, સોલીડ વેસ્ટ કલેક્શન ચાર્જ, એન્વાયરમેન્ટ/ઈમ્પ્રુવમેન્ટ ચાર્જ અને ફાયર ચાર્જમાં કરાયેલ વધારો અંશતઃ મંજુર કરવામાં આવ્યો હતો. એટલે કે રૂ. ૧૧.૮૪ કરોડનો વધારો સૂચવાયો હતો. તેમાંથી કાપ મૂકીને રૂ. ૪.રપ કરોડનો વધારો જ માન્ય રખાયો છે.

હવે આગામી તા. ૧૯-ર-ર૦રપ ના બજેટ અંગેની સામાન્ય સભા મળનાર છે. જેમાં વિપક્ષ દ્વારા આ કર-દર વધારા સામે ચર્ચા કરવામાં આવશે અને કર-દર વધારો પાછો ખેંચવા પણ રજૂઆતો થઈ શકે છે.

બીજી તરફ ભાજપના અનેક કોર્પોરેટરો રાબેતામુજબ આ બજેટને લોકઉપયોગી-વિકાસલક્ષી ગણાવશે અને બજેટને આવકારશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh