Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઃ દ્વારકા જિલ્લામાં
ખંભાળિયા તા. ૧૪: સલાયા, ભાણવડ તેમજ દ્વારકા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ અને ૪-ભરાણા, ખંભાળીયા તાલુકા પંચાયત તથા ૧૩-જુવાનપુર, કલ્યાણપુર તા. પં.ની પેટા ચૂંટણીઓમાં સમાવિષ્ટ મતદાન મથકો પર કામગીરી સરળતાથી થાય તે હેતુથી ઝોનલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ પૈકી જે અધિકારી/કર્મચારીઓને હોદ્દાની રૂએ કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર મળેલા નથી તેઓને ચૂંટણીની કામગીરી મુકત અને ન્યાયી રીતે કરી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી શકે તે માટે સરકારશ્રીના ગૃહ વિભાગના જાહેરનામા મુજબ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૫ અંતર્ગત જિલ્લા મેજિસ્ટ્રેટને મળેલ સત્તાની રૂએ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના તથા આ કાયદાની કલમ-૪૧, ૧૦૮, ૧૦૯, ૧૪૮ તથા ૧૬૩ મુજબના અધિકારો તેમની નિમણૂકના કાર્યક્ષેત્રમાં એનાયત કરવામાં આવ્યા છે.
આ અધિકારો તા. ૧૨/૦૨/૨૦૨૪થી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આપવામાં આવ્યા છે, જેનો ઉપયોગ ફક્ત ચૂંટણીલક્ષી કામગીરી માટે જ કરવાનો રહેશે તથા આ અધિકારોનો દુરુપયોગ ન થાય તેની તકેદારી રાખવાની રહેશે. તેમ જિલ્લા મેજીસ્ટ્રેટના આદેશમાં જણાવાયું છે.
જેમાં સલાયા નગરપાલિકા વિસ્તારમાં ઝોનલ ઓફિસરો તરીકે નાયબ કાર્યપાલક ઈજનેર જયદેવ જી. શિહોરા, મદદનીશ ઈજનેર કિશન વી.ચૌહાણ, મદદનીશ ઈજનેર આર.કે. નંદાણીયા, મદદનીશ પ્રોફેસર સુરેશ જી. શિંગાળાની નિમણૂક કરવામાં આવી છે.
દ્વારકા નગરપાલિકા વિસ્તારમાં ઝોનલ ઓફિસર તરીકે ના.કા.ઈ. દર્શનભાઈ એચ. પરમાર, નાયબ ઈજનેર એસ. એમ.માર્થક, ના.કા.ઈ. નગાભાઈ બી.લગારિયા, મદદનીશ ઈજનેર વી.બી.માખેચાની નિમણૂક કરવામાં આવી છે.
ભાણવડ નગરપાલિકા વિસ્તારમાં ઝોનલ ઓફિસર તરીકે નાયબ ઈજનેર પ્રદીપ વી.પરમાર, મદદનીશ ઈજનેર મિલનભાઈ સોલંકી, નાયબ ઈજનેર સંદીપકુમાર એ. પટેલ અને ના.કા.ઈ. પી.એમ. ઓડેદરાની નિમણૂક કરવામાં આવી છે.
ખંભાળિયા તાલુકા પંચાયતની ૪-ભરાણા વિસ્તારમાં ઝોનલ ઓફિસર તરીકે મદદનીશ ઈજનેર વી.આર. નકુમ અને કેળવણી નિરીક્ષક રામજીભાઈ ડી.નકુમ નિયુક્ત કરવામાં આવ્યા છે.
કલ્યાણપુર તાલુકા પંચાયતની ૧૩-જુવાનપુર વિસ્તારમાં ઝોનલ ઓફિસર તરીકે નાયબ ઈજનેર દીપક બી.ભાટુ, ના.કા.ઈ. વી.પી.ચૌહાણ નિયુક્ત કરવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial