Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં પ્રથમ વખત તા. ૧૯ થી ૨૧ ફેબ્રુઆરી દરમ્યાન
જામનગર તા. ૧૪: જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલ ઈચ્છેશ્વર મહાદેવ મંદિરના પાવન સાનિધ્યમાં ભગવાનજીભાઈ જયંતિભાઈ સોમૈયા પરિવારના મુખ્ય યજમાનપદે જામનગરમાં પ્રથમ વખત એક જ સ્થળે એક જ મંદિરમાં એકાવન શકિતપીઠના એકાવન માતાજીની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો ધાર્મિક મહોત્સવ તા. ૧૯.૨.૨૫થી તા. ૨૧.૨.૨૫ સુધી ત્રણ દિવસ માટે યોજવામાં આવ્યો છે.
જેમાં તા. ૧૯-૨ થી તા. ૨૧-૨ સુધી યજ્ઞ યોજાશે. યજ્ઞના આચાર્યપદે પૂ. રમેશભાઈ ઓઝાના શિષ્ય શાસ્ત્રીજી જગદીશભાઈ આચાર્ય બિરાજી યજ્ઞવિધિ કરાવશે. તા. ૨૦-૨ના ગાયત્રી મંદિરથી ઈચ્છેશ્વર મહાદેવ મંદિર સુધી જલયાત્રા, સાંજે ૭ વાગ્યે રાસ ગરબા, તા. ૨૧-૨ના બપોરે ૧૨.૩૦ વાગ્યે સાંઈબાબા મંદિરમાં મહાપ્રસાદ યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial